જાહેરનામું:કોરોના ગાઇડલાઇનના લીધે ઇદે મિલાદના દિવસે ઝુલુસ નહી નીકળે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 400થી વધારે લોકોની મંજૂરી ન હોવાથી સંચાલકો દ્વારા મોકુફનો નિર્ણય

ભુજ | છેલ્લા 30 વર્ષથી ઇસ્લામ ધર્મના નબી મહમંદ પયગંબર સાહેબના જન્મદિવસ અેટલે કે ઇદેમિલાદના દિવસે ઝુલુસ કાઢવામાં અાવે છે. હાલ કોરોના મહામારીને કારણે રેલી કે કાર્યક્રમ માટે 400 લોકોની મંજૂરી હોવાથી ભુજમાં ઇદે મિલાદના નિકળતુ ઝુલુસ મોકુફ રાખવાનો નિર્ણય મહેફીલે બાગે રસુલ કમિટી દ્વારા લેવાયો છે. પશ્ચિમ કચ્છ અેસપીને મળી મંજૂરી અાપવાની રજૂઅાત કરવામા અાવી હતી પણ 400થી વધારે લોકોની મંજૂરી રાજય કક્ષાઅેથી નિર્ણય લેવાયા બાદ જ અાપવામાં અાવશે તેવી વાત કરવામાં અાવી હતી.

ઝુલુસ નિકળે તો લોકોની સંખ્યા 400થી વધી જાય તેમ હોવાથી 30 વર્ષથી નિકળતુ ઝુલુસ સતત બીજા વર્ષે પણ નહી કાઢવાનો નિર્ણય મહેફીલ બાગે રસુલ કમિટી તરફથી લેવાયો હતો. ઝુલુસ મોકુફ રાખવા માટેની મળેલી બેઠકમાં પ્રમુખ સૈયદ અહેમદશા, મહામંત્રી અલીમહમદ જત દ્વારા નિર્ણય લેવામાં અાવ્યો હતો કે પોતાના શેરી અને મોહલ્લામાં ઇદે મિલાદની ઉજવણી કોરોના મહામારીની ગાઇડલાઇનનો ભંગ ન થાય તે રીતે કરી શકશે. બેઠકમાં મહમદસીધીક જુણેજા, અમીરઅલી લોઢીયા, જુમા નોડે, ગની કુંભાર, અામદ જત, જુસબ સોનારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

15 વ્યક્તિ, અેક વાહન ઝુલુસમાં સામેલ થઇ શકશે
સરકાર તરફથી ઇદે મિલાદના તહેવારને લઇને જાહેરનામું બહાર પાડવામાં અાવ્યું હતું. તહેવારની ઉજવણી દરમિયાન નીકળનારા ઝુલુસમાં મહતમ 15 વ્યક્તિ અને અેક જ વાહન સામે થઇ શકશે જેનું અાયોજન માત્ર દિવસ દરમિયાન જ કરી શકાશે. ઝુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે જે મહત્મ સમયમાં પુર્ણ કરવાનું રહેશે. ઉજવણી દરમિયાન કોવીડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...