તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂકા મેવા મોંઘા થયા:અમેરિકામાં દુકાળ અને અફઘાનિસ્તાનમાં સતાપલટાથી ભુજમાં સૂકા મેવા મોંઘા થયા !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનું સાશન આવી જતા ડ્રાયફ્રુટના ભાવો વધી ગયા છે જોકે આ પાછળ અમેરિકાનું પરિબળ પણ જવાબદાર છે વૈશ્વિક અસરોના કારણે ભુજની સ્થાનિક બજારોમાં સુકામેવાના ભાવ રૂ. 30 થી 300 સુધી વધી ગયા છે.

અફઘાનિસ્તાનમા સતાપલટો આવી ગયો છે,તાલિબાનીઓએ સમગ્ર દેશ પર કબજો જમાવી લેતા માલનું આવા ગમન બંધ થઈ ગયું છે જેના કારણે દેશમાં સૂકા મેવાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે કચ્છની જો વાત કરીએ તો ભુજમાં મુખ્યત્વે મોટા વેપારીઓ આવેલા છે જેઓ અમદાવાદ, દિલ્લી અને મુંબઈના ઇમ્પોર્ટરો પાસેથી સૂકોમેવો આયાત કરે છે ભુજમાં સુકામેવાના 10 થી 15 જેટલા હોલસેલર વેપારીઓ આવેલા છે.વેપારી વિક્રમ કોઠારીએ જણાવ્યું કે,અમેરિકાના કેલિફોર્નિયામાંથી બદામ આયાત થાય છે જોકે આ વખતે ત્યાં દુષ્કાળ પડવાથી બદામના પાકને અસર થઈ છે ઉપરાંત અફઘાનિસ્તાનના વિવાદના કારણે માલની આવક બંધ થઈ છે જેથી કાળીદ્રાક્ષ, જરદાલું,અંજીરમાં ભાવવધારો થયો છે.કાજુ ભારતમાં જ ઉત્પાદિત થતો હોવાથી કોઈ અસર નથી.

માલ જુનો અને વિવાદ નવો તો ભાવ કેમ વધે
અફઘાનિસ્તાનનો વિવાદ તો હમણાં સામે આવ્યો છે પણ વેપારીઓ પાસે તો તેની અગાઉના સમયગાળાથી ડ્રાયફ્રુટનો જથ્થો છે તો અચાનક સસ્તા ભાવે ખરીદેલ માલમાં ભાવવધારો કેમ કરવામાં આવ્યો તે સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે અલબત્ત વેપારીઓનું કહેવું છે કે,ધંધો માંગ અને પુરવઠાના સિદ્ધાંત પર ચાલે છે અફઘાનિસ્તાનના ઇશ્યુથી બજારમાં માંગ વધી ગઈ અને વેપારીઓ પાસે નવો સ્ટોક હમણાં આવવાનો નથી જેથી ભાવો વધ્યા છે જો પુરવઠો વધી જશે તો ભાવ હોલસેલ માર્કેટમાં ઘટી જશે પણ રિટેઇલ બજારમાં ભાવ ઘટતા નથી પણ વધે જ છે તે પણ એક હકીકત છે તેની પાછળ એવું તારણ સામે આવ્યું છે કે રિટેઇલ વેપારીઓએ મોંઘાભાવે સૂકો મેવો ખરીદ્યો હોય છે જેથી તે ઓછા ભાવે વેચી ખોટ કરવા માંગતા નથી.

અન્ય સમાચારો પણ છે...