તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વેલન્સ:ડ્રોન સર્વેલન્સથી ‘મોર બોલાવવાનું’ બંધ !

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શરૂઆતમાં જુદા જુદા વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ કરાતું હતું
 • લોકડાઉનમાં સવારથી સાંજ સુધી છુટ અપાતા ઉપયોગ શક્ય નહીં

લોકડાઉનની અમલવારી માટે પોલીસના ધાડેધાડા શહેરમાં ઉતરી પડયા હતા, અમુક વિસ્તારોમાં પોલીસ વાહન પહોંચી ન શકે તેમજ લોકડાઉનની અમલવારી યોગ્ય થાય તે માટે ડ્રોનથી સર્વેલન્સ કરી ગુનો નોંધાવાતો હતો. પોલીસે છેલ્લા દસેક દિવસથી મોર બોલાવવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. શહેર એ અને બી ડિવિઝન વિસ્તારમાં શરૂઆતમાં ડ્રોનથી સર્વેલન્સ કરી બહાર ફરતા દેખાયેલાનો ફોટો ક્લિક કરે તેને શોધીને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાતો હતો. ફળીયામાં ટોળે વળી બેઠેલા, આગાસી પરના ટોળા આ ડ્રોનને જોઇને વિખેરાતા હતા, તો શહેરના અમુક વિસ્તારો એવા છે જયાં પોલીસની મોબાઇલ વેન અંદર જઇ શકે તેમ ન હોવાથી પોલીસ આસપાસના મેઇન પોઇન્ટ પર ઉભી રહીને ત્યાંથી ડ્રોન ઓપરેટ કરતી અને જયાં લોકો દેખાય ત્યાં પગે અથવા ટુ-વ્હીલરથી જઇને મોર બોલાવતી હતી.  લોકડાઉનના પ્રથમ ફેઝથી પશ્ચિમ કચ્છ પોલીસ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ કરી ગુના દાખલ કરતી હતી, જેમ જેમ દિવસો નીકળતા ગયા તેમ ડ્રોન સર્વેલન્સ કરી નોંધાતા ગુનામાં ઘટાડો નોંધાયો છે. ડ્રોનની શરૂઆત વેળાએ દરરોજ 15થી 20 ગુના નોંધાતા હતા જે ઘટીને બેથી ત્રણ પર પહોંચ્યા છે. છેલ્લા ચારેક દિવસથી તો પોલીસ પરપ્રાંતિયોને વતન મોકલવામાં વ્યસત હોવાથી તેમજ લોકડાઉનમાં સવારથી સાંજ છુટ અપાઇ હોવાથી સાંજ પાછળ ડ્રોનથી સર્વેલન્સ કરવાનો મતલબ રહેતો નથી. સાંજે છ વાગ્યા પાછળ અંધારુ થઇ જાય છે ત્યારે ડ્રોનથી સર્વેલન્સ શક્ય ન હોવાથી પોલીસ દ્વારા ડ્રોનના ઉપયોગ કરવાને બદલે ચેકપોઇન્ટ પર ચેકીંગ વધારી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો