તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:રાપરના શિરાવાંઢ જુથ ગ્રામ પંચાયત હેઠળની જોધરાઈવાંઢ મધ્યે 1 માસથી પીવાનું પાણી બંધ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપરના શિરાવાંઢ જુથ ગ્રામ પંચાયત હેઠળની જોધરાઈવાંઢ મધ્યે 1 માસથી પીવાનું પાણી બંધ
  • સમસ્યા નહિં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી રહેવાસીઓએ ઉચ્ચારી

રાપરના જોધરાઇવાંઢમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી મળતું નથી. વાંઢના રહેવાસીઓ અને તેમનાં ઢોર-ઢાંખર પાણી વિના વલખાં મારી રહ્યા છે. આ વિકટ સ્થિતિમાં જો સત્વરે સુધારો ન આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ તૈયારી છે.

ભારત દેશમાં પણ કોરોના વાયરસના કારણે છેલ્લા 1 વર્ષ થી ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. લોકો બેરોજગાર બન્યા છે. લોકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ત્યારે હાલે ભારત દેશના ગામડાઓ તથા વાંઢોમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જોધરાઇવાંઢમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી મળતું નથી. વાંઢના રહેવાસીઓ અને તેમનાં ઢોર-ઢાંખર પાણી વિના વલખાં મારી રહ્યા છે. આ વિકટ સ્થિતિમાં જો સત્વરે સુધારો ન આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ તૈયારી છે.

અગાઉ બાલાસરથી નર્મદાની લાઇન દ્વારા આ વાંઢને પીવાનું પાણી આપવામાં આવતું હતું. પણ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ પુરવઠો મળતો બિલકુલ બંદ થઈ ગયો છે. જેને લઈને આ હાડમારી સાથેનું જલસંકટ નિર્માણ પામ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. શિરાનીવાંઢ જુથ ગ્રામ પંચાયતની જોધરાઈવાંઢના રહેવાશીઓએ જણાવ્યુ હતું કે પીવાનું પાણી ન મળવાનાં કારણે પાણી માટે ગામની મહિલાઓ 10 થી 12 કિ.મી. દૂર બાલાસર સંમ્પ સુધી પગપાળા જવું પડે છે.

બાલાસર વિસ્તારની લાઇનના સુપરવાઈઝર સ્થાનિક ગામના આગેવાનોના ફોન દ્વારા સંપર્ક કરવામાં આવેલ પરંતુ સ્થાનિક લોકોના ફોન ન ઉપાડવા તેમજ અમુક ગામોમાં પાણી ઓવરફ્લો થાય છે. તેમજ અમુક ગામોને બિલકુલ પાણી પણ મળતું નથી. જોધરાઈવાંઢના રહેવાસીઓ માટે સર્જાયેલી પીવાના પાણીની આ સમસ્યા વેળાસર ન ઉકેલાય તો ગ્રામજનો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા માટેની તૈયારી પણ બતાવેલ હોઈ ગ્રામજનો આવું પગલું ન ભરે તેમજ જોધરાઈવાંઢ રહેવાશીઓને પુરતુ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સમક્ષ રાપર ધારાસભ્ય સંતોક્બેન આરેઠીયા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...