હિજરત:પચ્છમના સીમરી ગામમાં છેલ્લા આઠ મહિનાથી પીવાનું પાણી બંધ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ પણ તળિયા ઝાટક થતાં માલધારીઅોની હિજરત

ભુજ તાલુકાના બન્ની પચ્છમના સીમરી ગામમાં છેલ્લા 8 મહિનાથી પીવાનું પાણી અાવતું નથી અને હવે તો ગામનું તળાવ પણ તળિયા ઝાટક થઇ જતાં માલધારીઅો નાછૂટકે હિજરત કરી રહ્યા છે. રતડિયા જૂથ ગ્રામપંચાયત હેઠળના સીમરી ગામમાં છેલ્લા 8 મહિનાથી પીવાનું પાણી અાવતું નથી. ગામમાં 600 જેટલી માનવ વસ્તી છે અને પશુઅો 1500થી 2000 જેટલા છે. પાણી પુરવઠા દ્વારા ગામમાં પાણીના ટાંકા બનાવી તેમાં નાના પૈયાથી અાવતી પાઇપલાઇનનું જોડાણ કર્યું છે.

2018માં નાના પૈયામાં પાણી પુરવઠા દ્વારા 1 લાખ લીટરનું સમ્પ બનાવવામાં અાવ્યું છે, જે પમ્પમાં પમ્પિંગ કરીને સીમરીમાં પાણી પહોંચાડવાનું હોય છે. જો કે, નવાઇની વાત અે છે કે, ગત મે-જૂનથી અત્યાર સુધી ગામમાં પીવાનું પાણી પહોંચ્યું નથી. ભારતીય બંધારણ મુજબ દરેકને પાયાની સવલતો પૂરી પાડવાની જવાબદારી રાજ્યની છે ત્યારે અા ગામ જાણે બંધારણ હેઠળ ન અાવતું હોય તેમ લોકશાહી દેશમાં ગ્રામજનોઅે પાણી મુદ્દે અનેક વખત રજૂઅાતો કરી હોવા છતાં તંત્રના બહેરા કાને સંભળાતી નથી.

અત્યાર સુધી ગ્રામજનો તળાવનું પાણી પીવામાં ઉપયોગમાં લેતા હતા પરંતુ હવે તો તળાવ પણ સુકાઇ જતાં પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. અગાઉ પાણી પુરવઠાને રજૂઅાત કરાતાં 4થી 5 વખત ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં અાવ્યું હતું પરંતુ ત્યારબાદ સ્થિતિ જૈશે થે છે.

પાણીના અભાવે ગામના અનેક માલધારીઅો પોતાના પશુધન સાથે હિજરત કરી ગયા છે અને હજુપણ અનેક માલધારીઅો હિજરતની તૈયારીમાં છે. ગામના 40થી વધુ લોકોની સહી સાથે અજીજ સાલે સમાઅે તાત્કાલિક પાણી સમસ્યાનો નિવેડો લાવવા કાર્યપાલક ઇજનેર બન્ની પાણી પુરવઠા, જલસેવાનગર, ભુજને લેખિત રજૂઅાત કરી છે. જો સત્વરે અા મુદ્દો નહીં ઉકેલાય તો નાછૂટકે ગામના તમામ લોકોને હિજરત કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...