તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી ચોરી:શહેરીજનોનું માટેનું પેયજળ હરિપરની વાડીઓમાં ચોરાતું હતું : વધુ 4 જોડાણ કટ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નગરપાલિકા સંચાલિત વાલદાસનગર પાસેના ટાંકામાંથી પાણી ચોરી
  • 50-50 મીટરે પાઈપ લાઈન કાપી અેરવાલ્વ મૂકવાની કામગીરી દરમિયાન નજરે પડ્યા

ભુજમાં વાલદાસનગર પાસે નગરપાલિકા સંચાલિત ટાંકામાંથી આસપાસની વસાહતોને પાણી પહોંચતું કરાય છે. પરંતુ, રહેવાસીઓએ તમામ રહેણાક વિસ્તારોમાં નળ વાટે પાણી પહોંચતું ન હોવાની ફરિયાદ કરી હતી, જેથી વોટર સપ્લાય બ્રાન્ચે 50-50 મીટરે પાઈપ લાઈન કાપી એરવાલ્વ મૂકવાની કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન ખેડૂતો દ્વારા ખેતીમાં ઉપયોગ માટે 19 જેટલા ગેરકાયદે જોડાણ લીધાનું જણાયું હતું. જે કાપ્યા બાદ બુધવારે હરિપર વાડી વિસ્તારમાં ખેતી માટે વધુ 4 જોડાણો જણાયા હતા. જે પણ કાપવામાં આવ્યા હતા.

વાલદાસનગર ટાંકામાંણી પાણી મેળવતા રહેવાસીઓએ ભુજ નગરપાલિકામાં અવારનવાર ફરિયાદો કરી હતી કે, 9-9 દિવસે પાણી આવે છે અને એ પણ ઓછા દબાણે મળે છે, જેથી પૂરતું પાણી મળતું નથી. બીજી બાજું બે-બે બોરમાંથી ટાંકો ટાંકો ભરી, પૂરતા સમય અને દબાણથી પાણી વિતરણ કરાતું હોવા છતાં ઘરોઘર પહોંચતું કેમ નથી એ બાબતે વોટર સપ્લાય બ્રાન્ચે શક્યતાઓ ચકાસી હતી, જેમાં પાઈપલાઈનમાં વૃક્ષોના મૂળિયા ભરાઈ ગયા હોની આશંકાના આધારે 50-50 મીટરના અંતરે પાઈપ લાઈન કાપી 16 કિ.મી. સુધી સાફ સફાઈ શરૂ કરી હતી. એટલું જ નહીં પણ એ સ્થળે એરવાલ્વ નાખવાનો પણ ઉપાય અજમાવ્યો હતો. જે કાર્યવાહી દરમિયાન વાડી માલિકોએ ગેરકાયદે જોડાણ મેળવી પીવાનું પાણી ખેતી માટે ઉપયોગમાં લેતા હોવાનું જણાયું હતું. એવું કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું.

માટલું ભરવા રાખેલા નળથી હવાડા ભરાતા
સૂત્રોએ જણાવ્યું હતું કે, કેશવનગર ગ્રામ પંચાયત ભુજ નગરપાલિકામાં સમાવી લેવાયા બાદ કેશવનગર ટાંકો અને બોર પણ ભુજ નગરપાલિકાના સંચાલનમાં આવી ગયા. જે બાદ પાણીની પાઈપ લાઈનને ભુજ નગરપાલિકામાં આવતા રહેણાક વિસ્તારો સાથે સાંકળવાની વ્યવસ્થા ગોઠવાતી હતી. જે દરમિયાન વાડી ખેતર પાસેથી મુખ્ય લાઈન નીકળતી હતી. પરંતુ, કેટલાકે વધુ વિસ્તાર આવરી લીધો હતો, જેથી ખેતર વાડીની અંદર આવી ગઈ હતી. જેમણે લાઈન વાળવાને બદલે પીવાનું પાણીનું માટલું ભરવા માટે ઉપયોગી હોઈ ત્યાં જ રાખવા વિનંતી કરી હતી. તત્કાલિન કર્મચારીઓએ પણ વાંધો લીધો ન હતો. પરંતુ, બાદમાં માટલું ભરવા રાખેલા નળમાંથી હવાડા ભરાવા લાગ્યા હતા. પાણી મોટરથી પણ ખેંચાતું હતું, જેથી રહેણાક વિસ્તારોને પાણી મળતું બંધ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...