સમસ્યા:સાડાઇ ગામે ત્રણથી ચાર દિવસે મળતું પીવાનું પાણી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરના ઉપદ્રવથી માથું ઉંચકતું મેલેરિયા તાવ

ભુજ તાલુકાના સાડાઇમાં ત્રણથી ચાર દિવસે પીવાનું પાણી નસીબ થાય છે, તો વળી મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા તાવે માથું ઉંચક્યું છે.

ગામમાં નાના-મોટા 600 જેટલા પરિવારો રહે છે. સાડાઇથી 9કિ.મી.ના અંતરે આવેલા ભિરંડિયારાથી પાણી પુરવઠા દ્વારા પાઇપલાઇન વાટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, જે છેલ્લા લાંબા સમયથી આઠથી દસ દિવસે મળતું હતું, જેમાં મહંદઅંશે રાહત થઇ છે પરંતુ હજુ પણ ત્રણથી ચાર દિવસે પાણી આવે છે. હાલે ભારે વરસાદ બાદ પશુધન માટે પાણીની કોઇ તકલીફ નથી પરંતુ ગ્રામવાસીઓને નિયમિત પાણી કયારથી નસીબ થશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. વધુમાં ગામમાં મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા તાવે માથું ઉંચક્યું છે. સાડાઇ ગોરેવાલી પી.એચ.સી. હેઠળ આવે છે પરંતુ ત્યાં સારવાર માટે જવા ગામમાંથી વાહનની સુવિધા ન હોવાથી લોકો 9 કિ.મી.નું અંતર કાપી ભિરંડિયારા સારવાર માટે જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરાયો છે પરંતુ ડોર ટુ ડોર સરવેની કામગીરી હાથ ધરાય તો કોરોના મહામારી વચ્ચે માથું ઉંચકતી મેલેરિયા જેવી અન્ય બીમારીઓને ડામી શકાય તેમ છે. પાણી પુરવઠા દ્વારા નિયમિત પાણી આપવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી હોવાનું ગામના હનીફ હાલેપોત્રાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...