તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેચાણ:ભુજમાં સૂકા મેવા હવે છૂટક વેચાય છે ફૂટપાથ ઉપર

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાની ઋતુમાં ચારેક માસ સુધી પરપ્રાંતિય કરે છે ધંધો

ભુજમાં ચોમાસાના અંતે અને શિયાળાનો પ્રારંભ થતા જ પરપ્રાંતિય ફૂટપાથ ઉપર સૂકા મેવાના છૂટક વિક્રેતા પાથરણા પાથરી બેસી જાય છે અને ચારેક મહિના સુધી ધંધો કરે છે. ત્યારબાદ પોતપોતાના વતન ભણી ચાલ્યા જાય છે. લોકો પણ મોંઘીદાટ દુકાનોના પગથિયા ચડવાને બદલે નાના ધંધાર્થીઓ પાસેથી ડ્રાયફ્રૂટ ખરીદવાનું પસંદ કરવા લાગ્યા છે.

સૂકો મેવો એટલે સામાન્ય રીતે કાજૂ, બદામ અને વધીને પિસ્તા કે અખરોટ જ યાદ આવે. પરંતુ, આરોગ્યપ્રદ અને ગુણકારી નટ્સ તો સૂકો મેવો છે જ. એ સિવાય સૂકાવેલું અંજીર, ખજૂર, જરદાલુ, કિસમિસ પણ સૂકો મેવો જ છે. છેલ્લા કેટલાક વર્ષોથી દિવાળીના તહેવારોમાં ડ્રાયફ્રૂટ ગિફ્ટ આપવાનું ચલણ વધ્યું છે અને નૂતન વર્ષના પ્રારંભે ઘરે આવનારા સગા સંબંધી, પરિચિત, મિત્રવર્તુળ સાથે શુભેચ્છાની આપલે દરમિયાન સૂકો મેવો જ આપવામાં આવે છે, જેથી ભુજમાં પણ છૂટક સૂકો મેવો વેચનારા પરપ્રાંતિય પણ ફૂટપાથ ઉપર પાથરણા પાથરીને સૂકો મેવો વેચતા જોવા મળી રહ્યા છે. જેઓ મોટે ભાગે શિયાળા ચારેક માસ ઉપરાંત વધીને શિયાળાની છેલ્લી તાપણી ગણાતી હોળી સુધી પડાવ નાખી ધંધો કરે છે. જેમને તેમના વતન અંગે પૂછતા મોટાભાગનાએ સાૈરાષ્ટ્ર, કાઠિયાવાડના વતની હોવાનું જણાવ્યું હતું. સૂકો મેવો ક્યાંથી ખરીદો છો એવું પૂછતા કેટલાકે કહ્યું કે, સ્થાનિકેથી જ ખરીદીએ છીએ તો કેટલાકે કહ્યું કે, અમદાવાદ, દિલ્હીથી ખરીદી કરીએ છીએ. ભાવ બાબતે તો ગુણવતા મુજબ કિંમત હોય એ સ્વાભાવિક છે. પેકિંગમાં વેચાતો બ્રાન્ડનો માલ અને ફૂટપાથ ઉપર છૂટક વેચાતો માલ ગુણવતામાં ફરક હોય એ સમજી શકાય એવી વાત છે. ફૂટપાથ ઉપર વેચનારા ગ્રાહક જોઈ ભાવતાલ કરી આપતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો