કામગીરી:નાળા સફાઈનું કામ 20 જૂન પહેલા પૂરું કરવાની ગતિએ કામ શરૂ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 જે.સી.બી., 10 ટ્રેકટર, 20 મજુરો લગાવાયા
  • હરીપરથી મોટા બંધ અને 22 કૂવા વરસાદી વહેણમાં કામગીરી હાથ ધરાઈ

ભુજના મહાદેવ નાકે અાવેલા હમીરસર તળાવ અને ભીડ નાકે અાવેલા દેશલસર તળાવમાં વરસાદી પાણી ઠાલવતા નાળાનું સફાઈ કામ શરૂ કરી દેવાયું છે અને 20મી જૂન સુધી પૂરું કરવાની ગતિઅે ચાલી રહ્યું છે. જે માટે 3 જે.સી.બી., 10 ટ્રેકટર, 15થી 20 મજુરો કામે લગાવી દેવાયા છે.

ભુજના હૃદય સમાન હમીરસ તળાવમાં લક્કી ડુંગર અને 22 કૂવા અાવમાંથી વરસાદી પાણી અાવે છે, જેથી વરસાદી વહેણોમાંથી કચરો ઉપાડવા અને ઝાડી કટિંગનું કામ શરૂ કરી દેવાયું છે, જેથી વિના અવરોધે પાણી તળાવ સુધી પહોંચી અાવે. બીજી બાજુ ભુજીયા ડુંગર અને શહેરની પૂર્વથી દક્ષિણ દિશામાં પથરાયેલા ઊંચાણવાળા વિસ્તારોમાંથી દેશલસર તળાવમાં વરસાણી પાણી ઠલવાય છે, જેથી વરસાદી વહેણના માર્ગમાં અાવતા નાના મોટા નાળાની સફાઈ થવાની છે. હાલ હરિપરથી મોટાબંધ સુધી અાવતા વહેણને સાફ કરાઈ રહ્યા છે. અે ઉપરાંત અેન્જિનિરિંગ કોલેજ પાસે અાવેલા તળાવમાંથી 22 કૂવા મારફતે અાવતા વહેણની પણ સફાઈ ચાલી રહી છે.

73ને બદલે 35 નાળા બતાવાયા
ભુજ નગરપાલિકા દ્વારા દર વર્ષે 73 નાળાની યાદી તૈયાર કરીને સાફ સફાઈ શરૂ કરાય છે. પરંતુ, અા વખતે ગૂગલ મેપના અાધારે માત્ર 35 નાળા જ શોધીને કામગીરી સોંપાઈ છે. જે 35 હજાર રનિંગ મીટર થાય છે. પરંતુ, 73 નાળાના ના હિસાબે 52 હજાર રનિંગ મીટર જેટલો વિસ્તાર થઈ જાય અેવી શક્યતા છે, જેથી કામગીરી વધી જશે તો ઠેકેદાર હાથ અધ્ધર કરે અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...