આજે 14 એપ્રિલ એટલે કે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિના પ્રસંગે રાપર શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના કોર્ટ રોડ પર આવેલી ડો. આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મહારેલી અને સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાપર ભાજપ દ્વારા યોજાયો હતો.
આ પ્રસંગે રાપર શહેરમાં એસ.સી, એસ.ટી, ઓબીસી, લઘુમતી સમુદાય તેમજ ડો. આંબેડકર યુવા ગ્રુપ, બહુજન ચેરીટેબલ ટ્રસ્ટ, માંધાતા ગ્રુપ, વાલ્મીકિ સંગઠન, ફૈઝ એ પતજન યુવા ગ્રુપ, એકલનારી શક્તિ સંગઠન, સમસ્ત રાપર મેઘવાળ સમાજ ટ્રસ્ટ, અનુસુચિત જાતિ શિક્ષક મંડળ, અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી મંડળી, ડો. બાબાસાહેબ આંબેડકર દલિત વિકાસ ટ્રસ્ટ, ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ગ્રુપ ભુટકીયા, એસ સી એસ.ટી આરોગ્ય વિભાગ કર્મચારી મંડળ, રાપર સહિતના સંગઠન દ્વારા રાપર શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા અને પીએસઆઇ વી એલ પરમાર તેમજ પોલીસ કર્મચારીઓએ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શોભાયાત્રા બાદ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવેલા વિવિધલક્ષી હોલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એકતા પર અને ડો. બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંત અનુસાર કાર્ય કરવા માટે હાકલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, ભીખુભા સોઢા, બળવંતલાલ ઠક્કર, લાલજીભાઈ કારોતરા, રામજીભાઈ મુછડિયા, રાણા ભાઈ પરમાર, બાબુભાઈ મુછડિયા, જાનખાન બલોચ, મુળજીભાઈ પરમાર, કેસુભા વાઘેલા, આંબા મહેશભાઈ, મેમાભાઈ ચૌહાણ, રાપર શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો, ભારતીય જનતા પાર્ટી શહેર મંડળના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.