કાર્યવાહી:ડો. સચિન ઠક્કરની પત્નીના નામે ચાલતા મેડિકલ સ્ટોરને ડ્રગ્સ વિભાગે માર્યા તાળા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાર્માસિસ્ટ, પ્રિસ્ક્રિપ્સન વિના જ કરાતું હતું દવાનું વેંચાણ
  • કોરોના વચ્ચે ભુજમાં લોકોના અારોગ્ય સાથે ખીલવાડ

ભુજમાં જે.કે. હોસ્પિટલ સંચાલિત મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં તબીબના પ્રિક્રિપ્સન વગર દવાનું વેંચાણ કરાતાં ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર સીલ કરાયું છે. જે.કે. હોસ્પિટલમાં ડો. સચિન ઠક્કરના પત્નીના નામે જય અાદ્ય શક્તિ મેડિકલ સ્ટોર અાવેલું છે, જેનું સંચાલન હોસ્પિટલના તબીબ દ્વારા કરાય છે. જો કે, અા મેડિકલ સ્ટોરમાં કોઇપણ ફાર્માસિસ્ટ હાજર હોતું નથી અને તબીબના પ્રિક્રિપ્સન વિના જ દવાનું વેંચાણ કરાય છે. નવાઇની વાત તો અે છે કે, માત્ર ધોરણ 10 પાસ વ્યક્તિ દ્વારા જ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઅોને દવા અપાય છે.

વધુમાં પ્રિક્રિપ્સન વગર દવાનું વેંચાણ થાય છે અને તેના બિલ પર ફાર્માસિસ્ટની સહી પણ કરાતી નથી, જેથી અાગામી સમયમાં દર્દીઅોને કોઇ અાડ અસર થશે તો તેના માટે જવાબદાર કોણ બનશે. તાત્કાલિક અા મેડિકલ સ્ટોર બંધ કરવા જાગૃત નાગરિક અધિકાર મંચના અમિષ મહેતાઅે ડ્રગ્સ વિભાગ સમક્ષ લેખિત રજૂઅાત કરી હતી અને જો કોઇ કાર્યવાહી નહીં થાય તો કચેરી બહાર ધરણાની ચિમકી પણ ઉચ્ચારી હતી, જેના પગલે શુક્રવારે તંત્રઅે અા મેડિકલ સ્ટોર સીલ કર્યું હતું.

ફાર્માસિસ્ટ હાજર રહેશે અેવું સોંગદ પર જાહેર કરવું પડશે
અા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેજલબેન મહેતાઅે જણાવ્યું હતું કે, રૂટિન ઇન્સ્પેક્શન દરમ્યાન જે.કે. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ મળી અાવ્યા ન હતા અને તેમની ગેરહાજરીમાં પણ દવાનું વેંચાણ કરાતું હોઇ મેડિકલ સ્ટોર સીલ કરાયું છે. જો ફાર્માસિસ્ટ હવેથી અા મેડિકલ સ્ટોરમાં હાજર રહેશે તેવું નોટરાઇઝ સોગંદનામા પર જાહેર નહીં કરે ત્યાં સુધી દવાનું વેંચાણ કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...