તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સામખિયાળીથી વીરમગામ સુધી રેલવેનું ડબલિંગનું કામ પૂર્ણ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુસાફર સેવાઓ, માલ યાતાયાતને ગતિ મળશે

પશ્ચિમ રેલવે દ્વારા સામાખિયાળીથી વિરમગામ સુધી 71.58 કિ.મી. ખંડના ડબલિંગ કામ સંપન્ન કરાયું છે, જેના કારણે મુસાફર સેવાઓ, માલ યાતાયાતને વેગ મળશે.23 અને 24 માર્ચના ​​રોજ વેસ્ટર્ન સર્કલના રેલવે સંરક્ષા આયુત્ત દ્વારા પ્રોજેક્ટના વિવિધ વિભાગોના કામોની દેખરેખ કરાઇ હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલના નેતૃત્વ હેઠળ પૂર્ણ થયેલા પ્રોજેક્ટના વિવિધ વિભાગોનું ડબલિંગ અને આ વિસ્તારોમાં સેવાઓ અને નૂર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે, વિરમગામ - સામાખિયાળી ડબલિંગ પ્રોજેક્ટના ધનાલા - વાધરવા (25.283 કિ.મી.) અને માળિયા મિયાણા - સુરજબારી ‘બી’ કેબીન ખંડ (10387 કી.મી.)ના નિરીક્ષણ બાદ આ વિભાગોને મુસાફરો અને નૂર ટ્રાફિક માટે ખોલવાની મંજૂરી અપાઇ છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં પ્રોજેક્ટના અન્ય બે વિભાગો, સાદલા-જટપીપાલી (18.223 કિ.મી.) અને સુખપુર-ધનાલા (17.587 કિ.મી.) ની કામગીરી ક્રમશ ઓગસ્ટ, 2020 અને માર્ચ, 2021 માં શરૂ કરાઇ હતી.

વીરમગામ - સામાખિયાળી ડબલિંગ પ્રોજેક્ટનું 71.58 કિ.મી.નું ડબલિંગ કામ પૂર્ણ થયું છે. ધનાલા - વાધરવા વિભાગ પર ટ્રાફિક માટે મહત્તમ ગતિ 95 કિમી પ્રતિ કલાકની છે અને માળિયા મિયાણા - સુરજબારી ‘બી’ કેબીન વિભાગ માટે મહત્તમ 80 કિ.મી. પ્રતિ કલાકની ગતિને મંજૂરી અપાઇ છે. વેસ્ટર્ન રેલવેના ચીફ એડમિનિસ્ટ્રેટીવ સુધાંશુ શર્માની ટીમે આ નવા ડબલિંગ વિભાગના કાર્યને પૂર્ણ કર્યું છે, જેનાથી સ્થાનિક લોકો માટે મુસાફરી સરળ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો