તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:વિપક્ષી નગરસેવિકાને દબાવો નહીં, દાદાગીરી કરતા અમનેય આવડે છે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માજી વિપક્ષીનેતાને લઈને નગરસેવકોઅે મુખ્ય અધિકારી અને પ્રમુખને ઘેર્યા
  • પરિસ્થિતિમાં સુધારો ન થાય તો ઉગ્ર લડતની ચિમકી અાપી

ભુજ નગરપાલિકામાં માજી વિપક્ષીનેતાઅે હાલના નગરસેવકો સાથે મુખ્ય અધિકારી અને પ્રમુખ પાસે નળ વાટે પાણી વિતરણ અને ટેન્કર મારફતે પાણી અાપવામાં ગેરવ્યવસ્થા મુદ્દે રજુઅાત કરી હતી. જે બાદ માધ્યમોને જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી નળ વાટે તો ઠીક પૈસા ખર્ચીને નોંધણી કરાવ્યા છતાં પાણીના ટેન્કર મારફતે પણ પહોંચતું કરાતું નથી. શાસક પક્ષના નગરસેવકો પાણીના ટેન્કર મુદ્દે વિપક્ષી નગરસેવકોને દબાવે નહીં, દાદાગીરી કરતા અમનેય અાવડે છે.

માજી વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાઅે મુખ્ય અધિકારી મનોજ સોલંકીને જણાવ્યું હતું કે, કોંગ્રેસના મહિલા નગરસેવિકા પોતાના વિસ્તારના લોકો માટે નોંધાવેલું પાણી લઈ જતા હતા ત્યારે ભાજપના નગરસેવકે અાંતરીને પાણીના ટેન્કર લઈ ગયા હતા. અેટલું જ નહીં પણ ધારાસભ્ય અને સાંસદના નામે ધમકી અાપી હતી. જેની પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે. પરંતુ, અાપની કક્ષાઅેથી શું કાર્યવાહી કરવામાં અાવી છે. ભાજપના નગરસેવકના કૃત્યનું પૂછાણું લેવાયું કે કેમ. ભુજના રહેવાસીઅોઅે પૈસા ખર્ચીને પાણીના ટેન્કર નોંધાવ્યા છે અેમને અગ્રતાક્રમે પાણી કેમ અપાતું નથી. ભાજપના સામાન્ય કાર્યકરો પણ પાણીના ટાંકા ઉપર અડ્ડો જમાવીને બેઠા છે. ખુલ્લી દાદાગીરી ચાલી રહી છે અેને અટકાવવા શું પગલા ભર્યા છે.

માજી વિપક્ષીનેતા જાડેજા ત્યારબાદ પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર પાસે ગયા હતા અને કહ્યું હતું કે, દોઢ બે વર્ષ પહેલા જે નવા પાણીના ટાંકા બનાવવા ખાતમુહૂર્ત કરાયું હતું અેનું ફરીથી ખાતમુહૂર્ત કરીને સસ્તી પ્રસિદ્ધ લઈ રહ્યા છો. પરંતુ, છેલ્લા બે મહિનાથી પાણીની સમસ્યા વકરી છે અેનો ઉકેલ શોધતા કેમ નથી. સસ્તી પ્રસિદ્ધિથી પાણીની સમસ્યા હલ થવાની નથી. અા રીતે ભુજની પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ચલાવી નહીં લેવાય. પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને કોંગ્રેસના નગરસેવકોનો અવાજ દબાવવાની કોશિષ થશે તો અાગામી દિવસોમાં ઉગ્ર લડત ચલાવવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...