તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ડોણ ડેમ અડધો ભરાય એટલું પાણી રૂદ્રમાતામાં આવ્યુું ! છતાં આ ડેમમાં હાલ માત્ર 10 ટકા પાણી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગ્યે જ બનતી ઘટના : જૂન માસમાં કચ્છના 6 મધ્યમ કક્ષાના ડેમોમાં નવા નીરની આવક
  • માત્ર ચાર દિવસમાં ડેમોમાં 2.52 મિલિયન ક્યુબિક મીટર પાણીની આવક થઇ : હાલ 20 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી

કચ્છમાં ગત વર્ષે સારા વરસાદ બાદ મધ્યમકક્ષાના 20 ડેમોમાં અધધ 90 ટકા ભરાઇ ગયા બાદ ચાલુ વર્ષે જૂન સુધીમાં તો ડેમોમાં માત્ર 24 ટકા પાણી માંડ બચ્યું હતું. જોકે ચોમાસુ વહેલુ આવી જતા તથા સિઝનનો 12 ટકા વરસાદ થઇ જતા જૂનમાં જ કચ્છના ડેમોમાં પાણીના નવા નીર આવી ગયા છે. જૂનમાં કચ્છના ડેમોમાં પાણીની આવક થાય તેવુ ભાગ્યે જ બને છે. જોકે ગત વર્ષે પણ જૂનમાં આવી રીતે ડેમોમાં નવા નીર આવ્યા હતા. ચોંકાનવારી વાત એ છે કે 20માંથી 6 ડેમોમાં કુલ મિલિયન ક્યુબિક મીટર નવા નીર આવ્યા છે. જેમાંથી એકલા રૂદ્રમાતા ડેમાં જ 1.72 મિલિયન ક્યુબિક મીટર પાણીની અાવક થઇ છે.

કચ્છમાં 2019 બાદ 2020માં પણ વિક્રમી વરસાદ થતાં ડેમોમાં ભરપૂર પાણીની આવક થઇ હતી. ગત વર્ષે તો કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમો છલોછલ ભરાયેલા હતા. ડેમોમાં પાણી હિલોળા લઇ રહ્યાં હતા. ખાસ કરીને સપ્ટેમ્બર 2020માં તો કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમોમાં વિક્રમી 90 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થઇ ગયો હતો. એટલેકે ડેમની કુલ 332 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતાની સામે ત્યારે અધધ 300 મિલિયન ક્યુબિક મીટર જેટલો પાણીનો સંગ્રહ થઇ ગયો હતો ! પરંતુ ચાલુ વર્ષે એપ્રિલ આવતા પાંચ જ મહિનામાં 50 ટકાથી વધારે પાણીનો જથ્થો ઘટી ગયું હતું.

ગત વર્ષે કચ્છમાં વર્ષ 2019માં 180 ટકા વરસાદ બાદ જિલ્લાના 20 મધ્યમકક્ષાના ડેમોમાં 78 ટકાથી વધારે પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો. ત્યારબાદ જુન 2020 સુધી કચ્છના ડેમોમાં પાણીનો જથ્થો 25.68 ટકા થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ 2020માં સારો વરસાદ પડતા ડેમોમાં પાણીની આવક શરૂ થઇ હતી. સપ્ટેમ્બર 2020 સુધીમાં કચ્છના ડેમોમાં રેકોર્ડ પાણીની આવક થઇ હતી. તા. 5/9/20ના કચ્છના ડેમોમાં 90 ટકા પાણીનો જથ્થો હતો. ત્યારબાદ પણ નવેમ્બર 2020માં પણ કચ્છના ડેમોમાં નોંધપાત્ર પાણી હતું.

તા. 13/11/20ની સ્થિતિએ કચ્છના ડેમોમાં 278.84 મિલિયન ક્યુબિક મિટર પાણીનો જથ્થો સંગ્રહિત હતો. એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર બે મહિનામાં ડેમોમાંથી 22 એમસીએમ પાણીનો જથ્થો ખાલી થયો હતો. પરંતુ ત્યારબાદ પાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ 9 એપ્રિલની સ્થિતિને કચ્છના ડેમોમાં માત્ર 31.30 ટકા પાણીનો જથ્થો બચ્યો હતો.

હવે જૂન 16ની વાત કરવામાં આવે તો કચ્છના ડેમોમાં માત્ર 81ઇ73 મિલિયન ક્યુબિક મિટર પાણીનો સંગ્રહ હતો. જે ક્ષમતાના માંડ 24.60 ટકા છે. તેવામાં કચ્છમાં 20મી જૂનના જ ચોમાસુ બેસી ગયું હતું. અને લગાતાર ચાર દિવસ સારો વરસાદ પડતા ડેમોમાં નવા નીર આવ્યા છે.

કચ્છના મધ્યમ કક્ષાના ડેમોનું ચિત્ર

ડેમક્ષમતા(એમસીએમ)16/6/2021ની સ્થિતિ20/6/2021ની સ્થિતિટકાવારી
ટપ્પર49.0326.8126.2653.56
ગોધાતડ13.995.515.5139.39
મીઠી20.248.888.8843.86
કંકાવટી10.51.61.5614.9
કારાઘોઘા4.983.833.9278.73
ફતેહગઢ7.441.231.1615.6
બેરાચીયા6.854.163.9257.26
ગજણસર5.981.111.1118.61
જંગડિયા9.043.033.0333.56
ડોણ2.280.890.8939.04
નરા39.711.2411.2428.31
સુવઇ10.462.322.2321.29
નિરોણા27.172.172.177.79
મથલ12.291.061.068.65
ગજોડ7.711.772.8136.4
રૂદ્રમાતા61.534.796.5110.58
ભૂખી15.580.871.097.02
કાસવતી8.20.240.749
સાનધ્રો10.350.210.211.99
કાયલા8.95000
20 ડેમો33281.7384.2525.36
અન્ય સમાચારો પણ છે...