તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ડોલર કન્વર્ટ, વીમાના નામે આર્મી ઓફિસર સાથે 23.76 લાખની ઠગાઇ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર મિત્ર બની ગિફટ મોકલાઇ હતી જેના પેટે જુદા જુદા એકાઉન્ટમાં રૂપિયા નખાવતા ગયા
  • ત્રણ મહિના ચાલ્યો આ ઠગાઇનો સિલસિલો : હિન્દીભાષી યુવતીએ ટુકડે ટુકડે પૈસા ટ્રાન્સફર કરાવી લીધા

મુળ ઉતરપ્રદેશના અને માધાપર રહેતા ઇન્ડિયન આર્મીના ઓફીસરને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવીને ગીફટ મોકલવાતી વાત કરી હતી, જે ગીફટમાં ડોલર મોકલ્યા હોવાનું કહીને ડોલર કન્વર્ટ તેમજ તેના ઇન્સ્યોરન્સ પેટે 23,76,000 રૂપીયા ત્રણ મહિનામાં જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પૈસા તેમજ ડોલર ન મળતા બી-ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી.

ઇન્ડિયન આર્મીના અધિકારી વિકાસસિંહ મોહરસિંહ સીંગ (ઉવ.34) (રહે. માધાપર, મુળ ઉતરપ્રદેશ) ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે, તેમની વિકાસ સિંગ નામની ફેસબુક આઇડી પર કેલેમેન્ટ લંડન ક્રિસ્ટલ એપ નામથી એક વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી જે સ્વિકાર કરી હતી. બંને વચ્ચે મેસેન્જરમાં વાતચીત થતી હતી. સામાવાળાએ મેસેન્જર પરથી મોબાઇલ નંબર મેળવ્યા હતા બાદમાં બંનેની ફોનથી વાત થતી હતી. બાદમાં તેણે ગીફટ મોકલવાની વાત કરી હતી જો કે ફરીયાદીએ ના પાડી હતી.

ભારે દબાણ કરતા હા પાડી હતી અને સપ્ટેમ્બર 2020ના પહેલા સપ્તાહમાં સોનાની તેમજ ડાયમંડની ગીફટ મોકલવાની વાત કરી હતી જેથી ફરીયાદીએ સ્વિકાર કરતા. વહેલી સવારે મોબાઇલ નંબર 8130445937થી ફોન આવ્યો હતો જેમાં હિન્દી ભાષામાં યુવતીએ કહ્યું કે, લંડનથી તમારા મિત્ર ચાર્લ્સ કેલેમેન્ટને ગીફટ મોકલાવેલ છે અને પોતે દિલ્હી એરપોર્ટ ટી 3 કાર્ગો કસ્ટમથી બોલતો હોવાની વાત કરી કહ્યું કે તમારી ગીફટ ડિલીવરી ચાર્જ. 20 હજાર રૂપીયા આપવાના છે, જે આપવાની ફરીયાદીએ હા પાડી તેના આઇડીબીઆઇ બેંકના ખાતામાં જમા કરાવવાનુંકહ્યું હતું.

ફરીયાદીએ પોતાના મિત્ર તારાચંદ્રાને ફોનકરીને પોતાના એસબીઆઇ એકાઉન્ટમાં 20 હજાર રૂપીયા જમા કરાવી થોડી જ વખતમાં ગુગલ પેથી પેમેન્ટ કરતા ફરી ફોન આવ્યો હતો અને કહ્યુ઼ કે પેમેન્ટ મળી ગયેલ છે તમારા પાર્સલને સ્કેન કરી તમને મોકલી આપીએ છીએ. 23,76,000 રૂપીયા આજ દીન સુધી વિદેશી ડોલર કન્વર્ટ તેમજ ઇન્સ્યોરન્સના બહાને જુદા જુદા લોકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. ડોલર કે રૂપીયા મળ્યા ન હોવાથી બી-ડિવીઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

આ રીતે તબક્કાવાર જુદા જુદા ખાતામાં રૂપિયા પડાવી લેવાયા
આ યુવતીનો ફોન આવ્યો હતો જેણે કહ્યું કે તમારા પાર્સલની અંદર 40 હજાર ડોલર છે. જેથી ફરીયાદીએ ફેસબુક ફ્રેન્ડને ફોન કરી પુછ્યું કે તમે 40 હજાર ડોલર મોકલાવ્યા છે તો તેણે હા પાડી હતી. મની લોન્ડરીંગનો કેસ કરવાની વાત કરી આ ડોલર ગેરકાયદેસર હોવાની વાત કરી 75 હજાર રુપીયા માંગ્યા હતા જેથી ફરીયાદીએ વધુ એક વખત 75 હજાર ગુગલ પે કર્યા હતા. બાદમાં યુવતીએ આ ડોલરને સીધે સીધા પાર્સલમાં નહીં મુકી શકાય તેને કન્વર્ટ કરવા પડશે જેનો ચાર્જ 1,25,000 ભરવો પડશે એટલે ફરીયાદીએ કહ્યું કે હાલમાં પોતાની પાસે રૂપીયા નથી તેના સાળાના એકાઉન્ટમાંથી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે બાદ યુવતીએ ફોન કરી કહ્યું કે તમારા 1,25000 આવી ગયા છે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બાદમાં તા. 19- 9-2020ના યુવતીનો ફોન આવ્યો અને કહ્યું કે તમને ઇન્સ્યોરન્સ કરાવવું પડશે આટલી મોટી રકમનું જેથી 2,95,000 ભરવા પડશે જેથી ફરીયાદીને ના પાડતા કહલે કે તે રૂપીયા તમને પરત મળી જશે. ફરીયાદીએ આરબીઆઇના ટ્રાન્સફર મેનેજર આદીત્યા મોબાઇલ નંબર 98104 23697 પર ફોન કરી વાત કરતા તેણે કહ્યુ઼ કે ઇન્સ્યોરન્સ કરાવવું જરૂરી છે જેથી યુનીયન બેંકના ખાતામં 2,95,000 જમા કરાવ્યા હતા. બાદમાં ડોલર કન્વર્ટ કરાવવા તેમજ ઇન્સ્યોરન્સ કરાવવા માટે તા.21-9ના 3,05,000 રૂપીયા, તા. 22-9ના 1,76,000 બાદમાં તા.25-9ના 3 લાખ રૂપીયા, તો તા.25-9ના બે લાખ રૂપીયા, તા. 28-9ના 1,35,000 તો તા. 7-10ના 2 લાખ તેમજ તા.8-10ના 1,50,000 રૂપીયા, તા.16-10ના 2,75,000 તેમજ તા. 19-10ના 1,20,000 રૂપીયા મળી કુલ 23,76,000 લાખ રૂપીયા પડાવી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...