તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરુ:ભચાઉમાં ટ્રસ્ટની મિલકતો સગેવગે કરવાનો કારસો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટ કેસ બાદ 59 મિલકતો ટ્રસ્ટ હસ્તગત દાખલ

ભચાઉમાં નીલકંઠ મહાદેવ અને સતીમાનાં મંદિરો ટ્રસ્ટની મિલકતો સગેવગે કરવાના કારસા બાદ દાવા-દુવી થતાં કોર્ટે 59 મિલકતો ટ્રસ્ટને પરત કરવાનો આદેશ કર્યો છે.રાજાશાહી નાબુદ થયા બાદ ટ્રસ્ટનો વહીવટ ચાલુ રાખવા સરકારની હતી પરંતુ તે જવાબદારી અદા ન કરાતાં તત્કાલિન રાજકારણીઓ, અધિકારીઓ, ભૂમાફિયાઓએ ટ્રસ્ટને અંધરામાં રાખી કોઇપણ પ્રકારનું વળતર આપ્યા વિના ટ્રસ્ટની કિંમતી મિલકતો સગેવગે કરી નાખી હતી.

જે અંગે દાતાના વારસદાર સુરેશચંદ્ર માણેકલાલ ધોળકિયાએ ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ 375-06 વાળી અરજી કરી આધાર-પૂરાવા રજૂ કરતાં, કોર્ટે રજૂઆતને માન્ય રાખી હતી. વધુમાં ચેરિટી કમિશનરના હુકમથી ટ્રસ્ટની પી.ટી. એન્ટ્રીમાં દાખલ થયેલી તમામ મિલકતોને ‘ટ્રસ્ટ મિલકત’ તરીકે સ્વીકારી ધોળકિયાને દાતાના વારસદાર, ટ્રસ્ટના હિતાધિકારી ઠરાવી અધિકૃત સોલ ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે.

આ કાનૂની કાર્યવાહી દરમ્યાન 59 મિલકતો ટ્રસ્ટમાં દાખલ થઇ છે. અમુક મિલકતો 110 વર્ષ સુધી ટ્રસ્ટ પ્રોપર્ટી રહ્યા બાદ પણ અંગત માલિકીમાં ફેરવાઇ ગઇ છે. હજુપણ સગેવગે થયેલી અન્ય મિલકતોના કેસ ચાલી રહ્યા હોવાનું ટ્રસ્ટી ધોળકિયાએ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો