ફરિયાદ:લુડબાયમાં ભાઇઓની જાણ બહાર જમીન પચાવવા કારસો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંધા અરજી બાદ તલાટીએ નોંધાવી ફરિયાદ

નખત્રાણા તાલુકાના લુડબાય ગામની સીમમાં આવેલી વારસાઇ જમીનને પચાવી પાડવાના ઇરાદે શખ્સે માતા-પિતાનું મરણ ગયાના ખોટા હોવાના ખોટા પ્રમાણપત્રો તેમજ ભાઇઓ હયાત હોવા છતાં પોતે એક જ વારસદાર છે તેવા બોગસ દસ્તાવેજ બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કરતાં આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. મુળ દેવીસરના હાલે નખત્રાણા ખાતે રહેતા તલાટી કમમંત્રી પ્રેમજી ઉમરાભાઇ દાફડાએ લુડબાયના અબ્દુલવહાબ નગર જત વિરૂધ નખત્રાણા પોલીસ મથકમાં સરકાર સાથે ઠગાઇ કર્યા સબબ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીના માતા પિતા મરણ ગયા હોઇ જે બાબતે લુડબાય ગ્રામ પંચાયતમાં નોંધ ન હોવાથી માતા-પિતાના મરણ ગયાના ખોટા પ્રમાણ પત્રો બનાવી લુડવાય સીમમાં આવેલી વારસાઇ જમીનમાં પોતે એક જ વારસદાર હોવાનું જણાવી બોગસ દસ્તાવેજ બનાવી ખરાતરીકે ઉપયોગમાં લઇ લુડબાય ગ્રામ પંચાયતમાં નોંધ પડાવી હતી. જે બાબતે ભસરીયા નગર જતે ગ્રામ પંચાયતમાં જમીનના વારસાઇ નોંધમાં વારદાર તરીકે આઠ સભ્યોના નામ જણાવ્યા હતા. અને વાંધા અરજી કરી હતી. જેથી નખત્રાણા પોલીસ મથકમાં સરકાર સાથે છેતરપીંડી વિશ્વાધાત કરનાર અબ્દુલવહાબ નગર જત વિરૂધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...