તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નખત્રાણામાં દસ્તાવેજ નોંધણીની કામગીરી સુચારૂ રીતે થઇ શકશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિનોવેશન કામ સંપન્ન થતાં મોડલ સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ

નખત્રાણામાં સબ રજિસ્ટ્રાર કચેરીનું રિનોવેશન કામ સંપન્ન થતાં બુધવારથી મોડલ સબ રજિસ્ટ્રાર કચેરીનો પ્રારંભ કરવામાં અાવ્યો છે, જેથી હવેથી દસ્તાવેજ નોંધણીને લગતી કામગીરી સુચારૂ રીતે થઇ શકશે. સબ રજિસ્ટ્રાર કચેરી, નખત્રાણાનું રિનોવેશન કરી મોડેલ કચેરી બનાવવા અંગે થયેલા આદેશ અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીનું સમારકામ કરી અપાતાં તા.16/6થી નવી મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ કરવામાં અાવી છે, જેનું ઉદઘાટન પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેકટર કલ્પેશ કોરડિયા, નખત્રાણા મામલતદાર વી.કે.સોલંકી અને નોંધણી નિરીક્ષક જે.એસ.જોષીની હાજરીમાં કરાયું હતું.

આ મોડેલ કચેરીમાં સબ રજિસ્ટ્રાર, કલાર્ક, ઓપરેટર તથા અરજદારો માટે અદ્યતન વાતાનુકૂલિત બેઠક વ્યવસ્થા તથા જાહેર સુવિધાઓ ઉભી કરવામાં અાવી છે. આ નવી કચેરીની જગ્યામાં વધારો થયો છે, જેથી દસ્તાવેજની નોંધણીની કામગીરી સુચારૂ રીતે થઇ શકશે અેમ સબ રજિસ્ટ્રાર, નખત્રાણા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...