તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્ય:હજારો લોકોના સંપર્કમાં આવતા STના કર્મચારીઓને રસી નહીં

નારાયણ સરોવરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિશીલ્ડના ડોઝ અાપવામાં પણ વહાલા દવલા નીતિ
 • હેલ્થકેર વર્કર્સ બાદ ફ્રન્ટલાઈન વર્કર્સમાં સમાવેશ ન થતાં આશ્ચર્ય

કચ્છમાં કોરોનાના રક્ષણ માટે હેલ્થકેર વર્કર્સ બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને કોવિશીલ્ડ રસી અાપવાનું શરૂ કરી દેવાયું છે. પરંતુ, દરરોજ હજારો લોકોના પ્રત્યક્ષ સંપર્કમાં અાવતા અેસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર સહિતના સ્ટાફની ઉપેક્ષા કરાઈ છે, જેથી નારાજગી સાથે ભેદભાવના અાક્ષેપો થઈ રહ્યા છે.

કચ્છમાં 16મી જાન્યુઅારીથી હેલ્થકેર વર્કર્સને કોવિશીલ્ડના ડોઝ અપાયા હતા, જેમાં સરકારી હોસ્પિટલ, દવાખાના, પી.અેચ.સી., સી.અેચ.સી. સહિતના સ્ટાફને કોરોનાની રસી અપાઈ હતી. જે અાવકાર્ય છે. પરંતુ, અે વચ્ચે ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોના સ્ટાફ કે જેમની કોરોના વોરીયર્સ તરીકે કોઈ ભૂમિકા જ નથી. ઉલ્ટું, મોટાભાગના ખાનગી અને ટ્રસ્ટના તબીબોઅે ઊંચા દરેક સારવાર અાપવાનું શરૂ કર્યું હતું. કેટલાક ખાનગી અને ટ્રસ્ટના તબીબોઅે દર્દીઅોને ઠીકથી તપાસવાને બદલે 5થી 7 ફૂટનું અંતર રાખી, ચાર-પાંચ પ્રશ્નો પૂછી નિદાન કરવાનું અાજપણ ચાલું રાખ્યું છે. અેમને પણ મફતમાં વેળાસર કોવિશીલ્ડની રસી અપાઈ ગઈ છે.

બીજી બાજું અાંગણવાડીમાં કેટલીક વર્કર બહેનો રસી લેવા ઈચ્છતી નથી. છતાં ધાકધમકીને હદે રસી લેવા દબાણ કરાય છે. પરંતુ, જેઅો દરરોજ હજારો પ્રવાસીઅોના પ્રત્યક્ષ સંપર્કમાં અાવે છે અેવા અેસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર સહિતના સ્ટાફને હજુ સુધી કોવિશીલ્ડની રસી અપાઈ નથી, જેથી જીવના જોખમે દિવસ રાત ફરજ બજાવતા અેસ.ટી. બસના કર્મચારીઅોમાં નારાજગી સાથે ભેદભાવની લાગણી ફેલાઈ છે.

અમને હજુ સૂચના મળી નથી : સી.ડી.અેચ.અો.
જિલ્લા પંચાયત સ્થિત મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીને કચેરીને અધિક જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમને અેસ.ટી. બસના કંડકટર અને ડ્રાઈવર સહિતના સ્ટાફને રસી અાપવાની હજુ સુધી સૂચના મળી નથી. છતાં અે બાબતે ધ્યાન ખેંચું છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો