ઉજવણી:કચ્છમાં દિવાળી અને નૂતન વર્ષની હર્ષોલાસ સાથે ઉજવણી, ભુજના હમીરસર તળાવના કાંઠે આતશબાજી કરી લોકોએ ફટાકડા ફોડ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરોમાં દીપમાળા, અન્નકૂટ દર્શન અને મંગળા આરતીમાં ભાવિકો જોડાયા

પ્રકાશના પર્વ દિવાળીએ આનંદ ઉત્સાહ સાથે ઉજવણી કર્યા બાદ આજે સવંત નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે લોકોએ એકમેકને શુભેચ્છાઓ ની આપલે કરીને ઊજવણી કરી હતી. જિલ્લાના વિવિધ મંદિરોમાં યોજાયેલી દીપમાળા, અન્નકૂટ દર્શન અને મંગળા આરતીનો લાભ લીધો હતો.

ભુજવાસીઓએ શહેરના હૃદય સમા હમીરસર તળાવ કાંઠે વર્ષોથી શહેરીજનો મંગલા આરતી બાદ સામુહિક રીતે ફટાકડાની આતશબાજી કરીને દીપાવલી પર્વની ઉજવણી કરતાં આવ્યા છે ત્યારે છેલ્લાં 2 વર્ષોથી ઉજવણી અને હમીરસર તળાવના કિનારે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ફટાકડાં ફોડવાં પર પ્રતિબંધ હતો પરંતુ આ વર્ષે કોરોના બીમારીમાં સુધારણા પગલે ફરીથી આ શુભ તહેવારની ઉજવણી આતજબાજી કરીને માણી હતી.

બીજી તરફ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળીના અવસરે રાત્રીના 20 હજાર દિવડાઓની વિવિધ આકારમાં ગોઠવણી સાથે દીપમાળાના દર્શન ગોઠવવામાં આવ્યા હતા, જેમાં 2 હજારથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો, સમાંતર મંદિર સંકુલના ડોમ હાઉસ ખાતે સત્સંગી બલિકાઓ દ્વારા વિશેષ રંગોળી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. વિશાળ કદની હારબંધ રંગોળીએ શહેરીજનોમાં આકર્ષણ જગાવ્યું હતું. મંદિર સમિતિ દ્વારા બાલીકાઓને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હોવાનું દેવચરણ દાસ સ્વામીએ જણાવ્યું હતું.

બીજી તરફ માધાપર ગામના સ્વામિનારાયણ મંદિરને આધુનિક લાઈટિંગ સાથે શણગારવામાં આવ્યું હતું. અહીં પણ ભાઈ બહેન હરિભક્તોએ મોટી સંખ્યામાં મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો.

ભુજના આશાપુરા મંદિર ખાતે પણ વહેલી સવારે મંગળા આરતી અને અન્નકૂટ દર્શનમાં ભાવિકો જોડાયા હતા. શહેરના ધીંગેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભાવિકોની વિશેષ ભીડ જોવા મળી હતી. રવાડી ફળિયા ખાતેના જલારામ મંદિરે રંઘુવંસી ભાઈ બહેનોએ સ્વરથીજ સહ પરિવાર બાપાના દર્શન કરી નવા વર્ષના આશિષ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...