તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીના રહેવાસીઓની દિવાળીના હૈયા હોળી

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજ પાલિકાએ ચાર વર્ષના દરેક બાકી વેરાના રૂ.7639ના બિલો આપતા રોષ

ભુજના ગુજરાત હાઉસિંગ બોર્ડના 522 મકાનોના રહેવાસીઓ જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી અનેક નાની-મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં માત્ર 34.55 ચો.મીટરમાં બનાવેલા નાના મકાનોમાં શૌચાલય-બાથરૂમ અતિશય નાના હોવાના કારણે રહેવાસીઓને તકલીફનો પડે છે. મોટાભાગે બોરનું પાણી આવવાથી પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા નથી તેથી પીવાના પાણીનો વધારાનો ખર્ચો લોકોને ભોગવવો પડે છે, તો વિતરણ વ્યવસ્થા પ્રમાણે સાત બિલ્ડિંગમાં 30 મિનિટના હિસાબે સાડા ત્રણ કલાક પાણી આવતું હોવા છતાં પણ અનેક ઘરોમાં પાણી પહોંચતું નથી. વધારામાં સંગ્રહની વ્યવસ્થા ન હોતા તેમજ ક્યારેક મહેમાનો આવ્યા હોય ત્યારે પણ ખૂબ હાલત ખરાબ રહે છે. પોતાના ઘર માટે લાખો રૂપિયા ખર્ચવાવાળા બેહાલ છે જ્યારે દબાણ કરનારાઓને કોઈ વેરા લાગુ પડતા નથી અને નિયમિત રીતે લગભગ રોજ જેવું પાણી મળે છે.

આ પાણીનો વેરો ખોટો છે અમે પાલિકાનું માત્ર બે ટકા જ પાણી વાપરીએ છીએ: ગુ.હા.બોર્ડ પ્રમુખ પાલિકાએ રૂ.7639ના બાકી વેરાનો ફરફરિયો રહેવાસીઓને આપવાનો શરૂ કર્યો છે, જેમાં મુખ્ય વેરો પાણીનો રૂ.3600 છે. આ બાબતે રહેવાસીઓ તથા તંત્ર વચ્ચે ઘર્ષણના એંધાણ દેખાય છે. સોસાયટીના પ્રમુખ જયેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રહેવાસીઓ પાસે પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોવાના કારણે એકાંતરે પાણી સપ્લાય કરવામાં આવે છે, જ્યારે પાલિકા દ્વારા મહિનામાં માત્ર ત્રણથી ચાર વખત આવે છે અને તે પણ 522 ઘરને પૂરતા પ્રમાણમાં મળે તેટલું આવતું નથી એટલે આ પાણીનો વેરો સદંતર ખોટો છે, આ બાબતે અમે તંત્ર પાસે રજૂઆત કરી પણ છે પરંતુ કોઈ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યો નથી.

મકાન ધારકોની દ્વિધા : એક વખત મેન્ટેનન્સના ભેગા રૂપિયા ભર્યા પછી પણ કેટલું ભરવાનું
ઘરનો કબજો લેતી વખતે હાઉસિંગ બોર્ડ દ્વારા લાઈફ મેન્ટેનન્સના 35000 જેટલી રકમ લેવામાં આવી છે, તો આ રકમમાંથી રહેવાસીઓને સંતોષ થાય એવી કોઈપણ કાયમી સુવિધા મળી નથી. રોડ લાઈટ પણ
મોટાભાગના વિસ્તારમાં એક મહિનાથી બંધ છે.

સ્વચ્છતા કો તહેવાર બનાયેંગે ગીત વગાડતી પાલિકાની રીક્ષા દિવાળીના દિવસોમાં જ ગાયબ
સ્વચ્છ ભારત અભિયાન વડાપ્રધાન દ્વારા લોકહિતમાં ચલાવવાની ઝુંબેશમાં પાલિકા દ્વારા ઘરોઘર કચરા લેવા માટે તથા સ્વચ્છતા બાબતે ગીત વગાડી રીક્ષા છેલ્લા કેટલાય દિવસોથી સોસાયટીમાંથી ગાયબ છે, તો અન્ય સફાઈ કર્મચારીઓ મહિનાઓથી અહીં ડોકાયા જ નથી એવી રહેવાસીઓની ફરિયાદ છે. વધુમાં રાત્રિના લાઈટ ન હોવાને કારણે નાની મોટી ચિભડ ચોરીના બનાવ અવારનવાર બને છે.

પાણી તો અમે આપીએ છીએ : હિતેન્દ્રસિંહ
સોસાયટીના પ્રમુખના નિવેદન બાબતે નગરપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ભુજવાસીઓને જે પ્રમાણે પાણી અમે આપીએ છીએ એ જ સિસ્ટમ પ્રમાણે ગુ.હા. બોર્ડમાં અમે પાણી આપીએ છીએ છતાં પણ કોઈ મુશ્કેલી હોય તો રજૂઆત કરવાથી સમસ્યાનો હલ નીકળે જ. બાકી તો સફાઈ-દિવાબત્તી જેવા વેરા વ્યક્તિગત નથી પણ સમગ્ર ભુજના છે જે દરેકને ભરવાના હોય જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો