તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:છાડવારાના માલધારીનો દિવ્યાંગ પુત્ર ભારત વતી ક્રિકેટ રમવા દુબઈ પહોંચ્યો

સામખિયાળીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 8થી 15 એપ્રિલ સુધી દિવ્યાંગ પ્રીમિયર લીગ રમાશે
 • શારજહાં સ્ટેડિયમ પર દિવ્યાંગોની છ ટીમો વચ્ચે જામશે જંગ

ભચાઉ તાલુકાના છાડવારા અને હાલે સામખિયાળી રહેતા માલધારીનો દિવ્યાંગ દીકરો ભારતની ટીમ વતી દુબઈના સારજહાં સ્ટેડિયમમાં રમાનારી દિવ્યાંગ પ્રીમિયર લીગમાં કચ્છી કૌવત દાખવશે. કરણાભાઈના પુત્ર વિભાભાઇએ દિવ્યાંગ હોવા છતાં હિંમત ન હારી, ક્રિકેટમાં નામના મેળવી છે. હવે યુ.એ.ઈ. દુબઈના સારજહાં સ્ટેડિયમમાં ભારતની ટીમ વતી રમશે.

દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે દિવ્યાંગ પ્રીમિયર લીગનું આયોજન સારજહાં ક્રિકેટ સ્ટેડિયમમાં કરાયું છે, જેમાં 8થી 15 એપ્રિલ સુધી 6 ટીમો વચ્ચે જંગ જામશે. આ માટે વિભાભાઈ રબારીની મુંબઈ આઇડિયલ ટીમમાં વિકેટ કિપર,બેટ્સમેન તરીકે થઈ છે, જેથી મંગળવારે તે દુબઇ જવા રવાના થયો હતો.તે ભારત દિવ્યાંગ ક્રિકેટ વતી 6 ઇન્ટરનેશનલ T20 પૈકી 3 ઢાકા, બાંગ્લાદેશ અને 3 મેચ કાઠમાંડુ નેપાળ ખાતે રમ્યો છે અને નેપાળ ખાતે બીજી મેચમાં મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો.

ઉપરાંત બેસ્ટ વિકેટ કિપર ઓફ ધ સિરીઝ પણ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, દુબઈના તેના કિટ સ્પોન્સર ઈલેક્ટ્રોથર્મ છે. નીલકંઠ ક્રિકેટ એકેડમી ગાંધીધામ ખાતે પ્રેક્ટિસ કરે છે, જયાં અગ્નિવેશ અયાચી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો