રોગચાળાની ભીતિ:નખત્રાણાના કૈલાશનગરમાં નળમાં લાલ કલરનું દૂષિત પાણી વિતરણ થતા રહીશો પરેશાન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજના ઘનશ્યામનગરમાં માર્ગ પર ગટરના પાણી ફરી વળતા હાલાકી

નખત્રાણા નગરના કૈલાશનગરમાં નળમાં દૂષિત પાણી વિતરણ થતા લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ઘરના નળમાં દૂષિત પાણી આવતા રહેવાસીઓને લાલ પાણી પીવુ પડી રહ્યું છે. અહીંની ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરીને લોકો થાક્યા છે પણ હજુ સુધી લોકોના ઘરોમાં નળ વાટે લાલ કલરવાળું દૂષિત પાણી આવી રહ્યું છે. જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ દુષિત પાણીની સમસ્યા ઉકેલી શકાઈ નથી. આ વિસ્તારના લોકોને ગંદા પાણીથી પથરી તેમજ પેટના રોગો થવાની સંભાવના જાગૃત નાગરિક અનિલભાઈ રાજગોરે વ્યક્ત કરી હતી.

બીજી તરફ જિલ્લા મથક ભુજના ઘનશ્યામનગર પાસેના માર્ગ પર ગટરના પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે. અતિ દુર્ગંધ મારતા ગટરના પાણીના કારણે બીમારી ફેલાવવાની શકયતા વધી જવા પામી છે. નગરપાલિકા કચેરી નજીકના વિસ્તારમાંજ આ પ્રકારની અસુવિધાથી લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. જોકે સુધારાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરના ધ્યાને વાત આવતા તેમણે તાત્કાલિક અસરથી આ પ્રશ્ને નિવારણની ખાતરી સાથે સફાઈની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...