તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તાપસ શાહ, મહિલા અધ્યક્ષ ગોદાવરી ઠક્કર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુમતિમાં આમદ જત, કિસાનમાં પુરુષોત્તમ વાસાણી, બક્ષીપંચમાં માવજી ગુંસાઈ, અનુસૂચિતમાં અશોક હાથી
  • ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા અને મંડલ સંગઠનમાં કર્યા ફેરફાર, જ્ઞાતિ, સમાજોને સંતુલિત કરવા પ્રયાસ

કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ દ્વારા સોમવારે પ્રદેશ ભાજપ સાથે સંકલન સાધીને જિલ્લા અને મંડલના સંગઠનમાં ફેરફાર કરાયા છે, જેમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ભુજના તાપસ રોહિત શાહ, મહામંત્રીઅોમાં અબડાસાના નરેન્દ્રસિંહ સરુભા જાડેજા, ભુજના હિતેશ ડાયાલાલ પાંચાણીની વરણી કરવામાં અાવી છે. જ્યારે મહિલા મોરચામાં ભુજના ગોદાવરી કાંતિ ઠક્કર, ભુજના હસ્મિતા ગોર, ભુજના હેતલ વિમલ મહેતાને હોદો સોંપાયો છે. લઘુમતિ મોરચામાં પ્રમુખ અામદ અલારખા જત, મહામંત્રીઅોમાં શેખ મામદશા અોસમાણશા, ગુલામહુસેન અહમદ બારાચની નિમણૂક કરવાઈ છે.

કિસાન મોરચામાં પુરુષોત્તમ લાલજી વાસાણી પ્રમુખ, બાબુભાઈ ભુરા અાહિર અને લાલજી વી. વાઘાણી મહામંત્રી બનાવાયા છે. બક્ષીપંચ મોરચામાં માવજી પી. ગુંસાઈને પ્રમુખ અને મહામંત્રી તરીકે વિનોદદાન નથુદાન ગઢવી ઉપરાંત વિરમ રામજી અાહિરને નિમવામાં અાવ્યા છે. અેવી જ રીતે અનુસૂચિત જાતિમાં અશોક ભીમજી હાથીને પ્રમુખ બનાવાય છે અને મહામંત્રી તરીકે રવિલાલ નારાણ ગરવા ઉપરાંત પ્રેમજી વિરમ મંગેરીયાને જવાબદારી સોંપાઈ છે. અેવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈનચાર્જ સાત્વિકદાન ગઢવીઅે અખબારી યાદીમાં જણાવ્યું છે.

ત્રણ જિલ્લા ઉપપ્રમુખ બદલ્યા
ભુજ શહેરના મુકેશ અેલ. ચંદે અને રાહુલ યુ. ગોર, ગાંધીધામ શહેરના મીનાક્ષીબેન શાંતિલાલ ભટ્ટને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે નિયુક્ત કરાયા છે.

આ છે વિવિધ મંડલના નવનિયુક્ત હોદેદારો

​​​​​ભુજ શહેર
1) જયદિપસિંહ જાડેજા -મહામંત્રી
2) નીકુલ ગોર -ઉપપ્રમુખ
3) મયુરસિંહ જાડેજા -મંત્રી
માંડવી શહેર
1) કમલેશ ગઢવી - મહામંત્રી
2) કિશનસિંહ જાડેજા -મહામંત્રી
3) ઉદય ઠાકર -ઉપપ્રમુખ
4) જીગર ધાયાણી -ખજાનચી
5) જયશ્રી મુછડિયા -મંત્રી
6) પ્રિયા જાની -મંત્રી
7) હિરજી શિરોખા -મંત્રી
માંડવી તાલુકો
1) સામત ગઢવી -મહામંત્રી
2) નારાણ ગઢવી -ઉપપ્રમુખ
3) વર્ષા કન્નડ -ઉપપ્રમુખ
અંજાર તાલુકો
1) ભૂમિત વાઢેર -મહામંત્રી
2) સવિતા ડાંગર -ખજાનચી
3) મુકેશ સથવારા -મંત્રી
4) કરણા રબારી -મંત્રી
અંજાર શહેર
1) જયશ્રી ઠક્કર -ઉપપ્રમુખ
2) અશ્વિન પંડ્યા -ઉપપ્રમુખ
3) પુષ્પા ટાંક -ઉપપ્રમુખ
4) મંજુલા રમેશ સોધમ
ગાંધીધામ શહેર
1) પંકજ ઠક્કર -પ્રમુખ
2) મહેન્દ્ર જુણેજા -મહામંત્રી
3) નરેશ ગુરબાણી -મહામંત્રી
4) મનીષ ભાનુશાલી -ઉપપ્રમુખ
5) મહેશ પુંજ -ઉપપ્રમુખ
6) વંદના ધુવા -મંત્રી
7) ભારમલ ગરવા -ખજાનચી
ગાંધીધામ તાલુકો
1) દક્ષાબા ચુડાસમા -મંત્રી
રાપર તાલુકો
1) કમલસિંહ સોઢા -ઉપપ્રમુખ
2) શાંતા ધૈડા -ઉપપ્રમુખ
3) પરમાબેન વણોલ -મંત્રી
4) મીણાબેન અાહિર -મંત્રી
5) જીવીબેન અોડ -મંત્રી
લખપત તાલુકો
1) હરેશ દવે -મહામંત્રી
અબડાસા તાલુકો
1) મહેન્દ્રસિંહ જાડેજા -ઉપપ્રમુખ
2) ગાયત્રી મહેશ્વરી -ઉપપ્રમુખ
3) પલ વિક્રમસિંહ -ઉપપ્રમુખ

અન્ય સમાચારો પણ છે...