હુકમ:જિલ્લા આંકડા અધિકારીએ ખુદને જ નાણા ભરપાઈનો કર્યો હુકમ !

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગત ઉપયોગ માટે સરકારી વાહન ચલાવ્યું, જેથી નાણા ભરો
  • નાણાકીય ગેરરીતિ છુપાવતા લોકો માટે પ્રેરક ઉદાહરણ

જિલ્લા પંચાયતની અાંકડા શાખાના જિલ્લા અાંકડા અધિકારીઅે નાણાકીય ગેરરીતિ છુપાવતા લોકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં તેમણે અંગત ઉપયોગ માટે સરકારી વાહન ચલાવ્યું હતું, જેથી ખુદને જ નાણા ભરપાઈનો હુકમ કર્યો છે !જિલ્લા અાંકડા અધિકારી રોહિત પ્રવિણ બારોટે 6ઠ્ઠી ડિસેમ્બરે ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવને વંચાણ લીધાનો હવાલો અાપતા ખુદને જ હુકમ કરતા લખ્યું છે કે, 2021ની 4થી નવેમ્બરે સરકારી વાહનનો ભુજથી નીકળી ધોરડો, સ્થાનિક ખાવડા અને ધોરડો જઈ ભુજ પરત ઉપયોગ કર્યો હતો.

અે ઉપરાંત 5મી નવેમ્બરે ભુજથી નીકળી માંડવી અને માંડવી જઈ ભુજ પરત અાવવા માટે અંગત ઉપયોગ કર્યો હતો. નાણા વિભાગના 2012ની 26મી જૂનના ઠરાવ મુજબ સરકારી વાહનનો અધિકારી દ્વારા અંગત ઉપયોગ કરવામાં અાવે તો નિયત કરેલા ભાડાના દર મુજબ નાણાની વસુલાત કરવી, જેથી પ્રતિ 1 કિલ્લો મીટરે 8 રૂપિયા મુજબ 325 કિલોમીટરના કુલ 2600 રૂપિયા ભરવાના થાય છે.

2021ની 4થી નવેમ્બરે ભુજથી ધોરડો, ખાવડા સ્થાનિકના સરકારી વાહનના રોકાણના નિયત કરેલા પ્રતિ કલાક દીઠ 4 રૂપિયા મુજબ કુલ 12 કલાકના 48 રૂપિયા અને 2021ની 5મી નવેમ્બરે ભુજથી કુલ 10 કલાકના 40 રૂપિયા મળી કુલ 2688 રૂપિયા ભરવાના થાય છે. જે અન્ય વહીવટી સેવાઅો, અન્ય સેવાઅો, અન્ય પ્રાપ્તિ અને પરચુરણ પ્રાપ્તિના હિસાબી સદરે જમા કરાવવા હુકમ કરવામાં અાવે છે. અામ, તેમણે અંગત ઉપયોગનો ઉલ્લેખ કર્યો. અે બાદ અંગત ઉપયોગ બદલ ભરવાપાત્ર રકમ દર્શાવી. ત્યારબાદ રકમ ભરવા પોતાને જ હુકમ કર્યો છે. પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઅોઅે અા પ્રેરક ઉદાહરણથી પ્રેરણા લેવા જેવી છે.

અન્ય સમાચારો પણ છે...