તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:ભચાઉમાં જિલ્લા મહિલા મોરચા ભાજપના પૂર્વ મંત્રીએ શ્રમજીવી મહિલા સાથે છેતરપિંડી કરી હોવાની નોંધાઈ ફરિયાદ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની બચતના નામે ઉઘરાવેલી રકમ પાકતી મુદતે પરત ના આપી
  • ભાજપની અગ્રણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભચાઉ પંથકમાં ચકચાર પ્રસરી

કચ્છ જિલ્લા મહિલા મોરચા ભાજપના પૂર્વ મંત્રીએ એક શ્રમજીવી મહિલા સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા મોરચાના પૂર્વ મંત્રીએ ભચાઉમાં બચત યોજનાના નામે એક શ્રમજીવી મહિલા પાસેથી દૈનિક બચત યોજનાના નામે ખાતું ખોલાવી સારાં વ્યાજની લાલચ આપી માતા પુત્રએ ઉઘરાવેલા પૈસા મુદ્દત પાકી ગયા બાદ પણ પરત ના આપીને રૂપિયા 58 હજારની ઠગાઈ કરી હતી. જેથી પોલીસ મથકે અગ્રણી મહિલા અને તેના પુત્ર વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

બચતના નામે ખાતુ ખોલાવી ઠગાઈ કરી

પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા પારસબેન લખમણભાઈ ગઢેરાએ આરોપી રસીલાબેન ચંદ્રકાંત દવે અને તેના પુત્ર યશદીપ ચંદ્રકાંત દવે સામે છેતરપીંડી સહીતની કલમો હેઠળ ફરીયાદ નોંધાવી છે. આરોપી મહિલાએ એક કંપનીની મેનેજર તરીકેની ઓળખાણ' આપી હતી. આરોપીઓએ દર મહીને 100-100 રૂપીયા બચત કરવાની યોજના અંગે જાણકારી આપી હતી. જેથી મહીલાએ પહેલા 100 બાદમાં રૂપિયા 200નું ખાતુ ખોલાવ્યું હતું. તેમજ તેમના ભત્રીજીના છોકરાઓના નામે પણ ખાતા ખોલાવ્યા હતાં.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપીઓએ પાકતી મુદતે સારું વ્યાજ મળશે તેવું કહ્યું હતું. રકમની મુદત પુરી થતા ફરીયાદી મહિલા પૈસા લેવા ઓફીસ ગઈ હતી. પરંતુ ઓફીસ બંધ હતી. જેથી તેઓ તેમના ઘરે ગયા હતા, જ્યા આરોપી મહિલાએ કહ્યું કે, રૂપીયા નથી અને મળશે પણ નહી. આરોપીઓ શ્રમીક મહિલાના રૂપિયા 58 હજાર ચાઉં કરી ગયા હતા. જેથી મહિલાએ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. તેમજ આ બન્ને માતા પુત્રએ અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...