તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:ભુજમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગર્વભેર ઉજવણી કરાશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની બેઠકમાં રૂપરેખા ઘડાઇ
  • રાજ્યમંત્રીના હસ્તે સલામી અપાશે

ભુજમાં 15 ઓગષ્ટે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે જેમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાશે. આ પ્રસંગે આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલિકાના સફાઇ-કર્મચારીઓ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે.

આયોજનને ઓપ આપવા માટે કલેકટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર રાષ્ટ્રધ્વજને સલામી આપશે. કોવીડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને આ પર્વની ઉજવણી કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું.

બેઠકમાં ડીડીઓ પ્રભવ જોશી, એસ.પી. સૌરભ સિંઘ, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી, તાલીમ આઇએએસ નિધી શિવાચ, શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, નાયબ કાર્યપાલક સી.બી. ડુડીયા, જે.એમ.ગઢવી, ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાત, એ.પી.તિવારી, કિરણકુમાર, ડે.મામલતદાર એન.પી.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, પંકજ ઝાલા, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા, નાયબ મામલતદાર મહાવીરસિંહ સિસોદીયા, પી.આર.ઓ રાહુલ ખાંભરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...