અપીલ:રિવર્સ ક્વોરેન્ટાઈનની પદ્ધતિ અપનાવવા જિલ્લા આરોગ્ય અધિકારીએ કરી અપીલ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદ્ધતિસર માસ્ક પહેરવા અને રસીકરણ માટે ભાર મુકાયો

જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો આવ્યો છે તે જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે લાલબત્તી ધરતા જણાવ્યું કે બેદરકારી દાખવવામાં આવશે તો હજી પણ કોવિડના કેસો વધી શકે છે. કારણકે લોકો માસ્ક તો પહેરે છે પણ જ્યારે વાતચીત કરવાની હોય કે દુકાનમાં ખરીદી કરવા જાય તો માસ્ક ઉતારી નાખે છે

ખરેખર આવા સમયે જ માસ્કની જરૂરિયાત હોય છે પણ માસ્ક નીચે ઉતારીને વાત કરવામાં આવતી હોવાથી આસપાસ સંક્રમણ ફેલાય છે જેનાથી લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી શકે છે.ટેસ્ટિંગ કરાવવા માટે અને રસી મુકાવવા માટે લોકો આગળ આવે તે માટે ભાર મુક્યો હતો.વધુમાં આરોગ્ય અધિકારી ડો.માઢકે જણાવ્યું કે,જિલ્લામાં કોઈ પણ વ્યક્તિને લક્ષણો જણાઈ આવે તો 104 અથવા 108 એમ્બ્યુલન્સમાં ફોન કરી સહાયતા અને નિદાન મેળવી શકાય છે.હેલ્થ ટીમ દ્વારા ઘરે આવીને સારવાર કરવામાં આવશે.

દરમ્યાન વધુ માહિતી આપતા ડો.માઢકે જણાવ્યું કે,માંડવી તાલુકાના રામપર - વેકરા ગામે 3 દિવસ પૂર્વે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત મહિલાને કોરોનાનો ચેપ લાગતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ મોત કો - મોરબીડ હોઈ તંત્ર દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના તારણ બાદ રિવર્સ ક્વોરેન્ટાઈનની પદ્ધતિ અપનાવવા માટે અપીલ કરી હતી.60 થી વધુ આયુના અને કો - મોરબીડ વૃદ્ધો તેમજ બાળકો હાલમાં ઘરમાં જ રહે તેમજ શક્ય હોય તો અલગ રૂમમાં રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે.

વડીલો સાથે વાતચીત કરી તેમને માનસિક રીતે મજબૂત મનોબળ પૂરું પાડવુ જોઈએ.મોટી ઉંમરના લોકો અને બાળકો ઘરમાં રહે તો મોતનો રેશીયો આપણે અટકાવી શકીશું જેથી નાની - નાની બાબતોમાં લોકોને કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...