તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કેન્દ્ર સરકારના ખેત કાયદાના વિરોધમાં જિલ્લા કોંગ્રેસના ધરણા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 જેટલા કોંગી અાગેવાનોની પોલીસે અટકાયત કરી

કેન્દ્ર સરકારે ખેત કાયદો ઘડ્યો છે, જેમાં સમગ્ર દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યો છે, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના કાયદાન વિરોધમાં ધરણા કર્યા હતા. અખબારી યાદીમાં જણાવાયું હતું કે, અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાના અાદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. યાદીમાં જણાવાયું હતું કે, દેશમાં 62 કરોડ કિસાનો, મજરો અને 250થી વધુ કિસાન સંગઠનો કેન્દ્ર સરકારના ખેત કાયદાના વિરોધમાં દિલ્હીમાં દેખાવો કરી રહ્યા છે. જેને કોંગ્રેસ કચ્છ અેકમ પણ સમર્થન અાપે છે.

ખેડૂતોની માગ મુજબ કૃષિ ઉપજ વ્યાપર અને વાણિજય (સંવર્ધન અને સરળીકરણ) વિધયક 2020, કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત બાંહેધરી અને કૃષિ સેવા પર કરાર વિધયક -2020, અાવશ્યક ચીજવસ્તુઅો (સુધાર) વિધયક 2020 અેમ ત્રણેય કાયદા રદ કરવા જોઈઅે.ધરણામાં નવલસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, અરજણ ભુડીયા, અમીરઅલી લોઢિયા, હાજીઅલાના સમા, રસીદ સમા, હરી પાંચા અાહીર, ગની કુંભાર, દિપક ડાંગર, અલીમામદ જત, ફકીરમામદ કુંભાર, હાસમ સમા વગેરે અાગેવાનો જોડાયા હતા. પોલીસે અાવેદન પત્ર અાપતા રોક્યા હતા. જેને વી. કે. હુંબલે વખોડ્યા હતા. અેવું દિપક ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો