શ્રદ્ધાંજલિ:જિલ્લા કોંગ્રેસ દ્વારા બાંગ્લાદેશ આઝાદી યુદ્ધ-1971ના શહિદોને શ્રદ્ધાંજલિ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1971માં પાકિસ્તાનને લોખંડી મહિલા વડાપ્રધાન ઈંદિરા ગાંધીઅે હરાવ્યું હતું
  • ભારતીય સેનાના શહીદ જવાનોને યાદ કરવા ભાજપ પાસે સમય નથી

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા છેલ્લા અેક વર્ષથી બાંગ્લાદેશ લિબ્રેશન વોર 1971ની 50મી વર્ષગાઠની ઉજવણી કરાઈ રહી છે. કેમ કે, તત્કાલિન લોખંડી મહિલા વડાપ્રધાન ઈંદિરા ગાંધીઅે પાકિસ્તાન સામે યુદ્ધ કરી બાંગ્લાદેશને અાઝાદી અપાવી હતી. પરંતુ, ભારતીય સેનાના શહીદ જવાનોને યાદ કરવા ભાજપ પાસે સમય નથી. અેવા અાક્ષેપો જિલ્લા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કર્યો હતો.

અખબારી યાદીમાં વધુમાં જણાવાયું હતું કે, તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીઅે પાકિસ્તાનને ઘૂંટણીઅે પાડી પાકિસ્તાનના 93000 સૈનિકોને અાત્મસમર્પણ કરવા મજબૂર કરી દીધા હતા. અે યુદ્ધમાં શહિદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અાપવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગરેસ પ્રમુખ જગદિશ ઠાકોરના અાદેશથી યોજાયો હતો.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મથક ભુજ શહેરના હમીરસર તળાવ પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાને હારારોપણ બાદ 1971ના યુદ્ધના શહિદોની યાદમાં મીણબત્તી પ્રગટાવાઈ હતી.

ઉપરાંત ચીફ અોફ ડિફેન્સ સ્ટાફ ભારત સરકારના સદગત બીપીન રાવત અને સૈન્ય અફસરોને પણ શ્રદ્ધાંજલિ અાપવામાં અાવી હતી. અરજણ ભુડિયાઅે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીને ભારતીયોના ગાૈરવ સમાન ગણાવ્યા હતા. કાસમ સમા, પુષ્પા સોલંકી, પ્રકાશ શાહ, અંજલિ ગોર સહિતના હાજર રહ્યા હતા. અેવું જિલ્લા પ્રવકતા દિપક ડાંગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...