તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:કચ્છ યુનિ.ના બિન શૈક્ષણિક કર્મીઓને ચૂંટણીની કામગીરી સોંપાતા નારાજગી

ભુજ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી આયોગના જી.આર. મુજબ ફરજ ન સોંપી શકાય
 • કર્મચારીઓએ ફરજ મુક્તિ માટે તંત્રને લેખિત રજૂઆત કરી

કચ્છ યુનિવર્સિટીના 20 બિન શૈક્ષણિક કર્મચારીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી સોંપાતા નારાજગી જોવા મળી રહી છે, આ મુદ્દે તંત્રને લેખિત રજૂઆત કરાઇ છે. તા.28-2ના કચ્છ જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં કચ્છ યુનિવર્સિટીના 20 બિન શૈક્ષણિક કર્મચારીઓ હંગામી ધોરણે યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, જેમને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને પ્રિસાઇડીંગ ઓફિસર તરીકેની ફરજ સોંપવામાં આવી છે, જેને લઇને કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ઇલેક્શન કમિશનના નોટિફીકેશનની કલમ 4.5.II મુજબ હંગામી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપી ન શકાય. રાજ્યની વડી અદાલતની સ્પે.સિવિલ એપ્લીકેશન નં.20955-2017ના જજમેન્ટને ટાંકીને યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મચારીઓએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ આપવા ચૂંટણી અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર(ગ્રામ્ય) ને લેખિત રજૂઆત કરી છે.

કામગીરી દરમ્યાન કાંઇ થાય તો જવાબદારી કોની ?
વર્તમાન સમયે કોરોના મહામારીના પગલે લોકોની હાલત કફોડી બની ગઇ છે તેવામાં યુનિવર્સિટીના કાયમી કર્મચારીઓ ન હોવા છતાં ચૂંટણી ફરજ સોંપાતા 20 બિન શૈક્ષણિક કર્મીઓને કામગીરીની ફરજ દરમ્યાન કાંઇ જશે તો જવાબદારી કોની ? તેવો સવાલ રજૂઆતમાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો