તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમના બહાને સહી લેવાતા નકારાઇ:ભુજ જિલ્લા પંચાયતમાં 15માં નાણાપંચના કામોમાં સદસ્યોની નારાજગી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયતમાં ગુરુવારે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી વિકાસ કામોની જોગવાઈની તાલીમ અાપવા ચૂંટાયેલા સદસ્યોની બેઠક બોલાવાઈ હતી, જેમાં શાખા અધિકારીઅોઅે સદસ્યોને વિકાસ કામોની દરખાસ્તો ઉપર સહી કરવા કહ્યું હતું. પરંતુ, લોક પ્રતિનિધિઅોને બદલે શાખા અધિકારીઅોઅે અગાઉથી નક્કી કરેલા કામો જણાયા હતા, જેથી સદસ્યોઅે સહી કરવાનું નકારી દીધું હતું. અેવું જણાવતા સૂત્રોઅે ઉમેર્યું હતું કે, શાખા અધિકારીઅોઅે સૂચિત કામો ઉપર સંમતિ માટે સદસ્યોને રાજી કરવા શનિવારે ફરી બેઠક બોલાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા વિકાસ અધિકારીઅે 20મી અોગસ્ટે ટ્વિટ કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે, અાગામી કેટલાક દિવસોમાં કચ્છ જિલ્લા પંચાયત વિવિધ ક્ષેત્રોમાં ગ્રામીણ વિસ્તારોમાં લેવાના વિકાસના કામો માટે અાયોજન કરશે. જો કોઈ પાસે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ કાર્ય માટે કોઈ વિચાર, સૂચન, ભલામણો હોય કે જે કોઈપણ ગામમાં લઈ શકાય તો મેઈલ કરવું. જો સરકારી માર્ગદર્શીકાઅો સાથે સુસંગત હોય તો કચ્છ જિલ્લા પંચાયત અમલમાં મૂકશે. જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ હતી કે, જિલ્લા વિકાસ અધિકારી તો સચિવ સ્થાને હોય છે. ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅો અને પદાધિકારીઅો વિકાસ કામોના ઠરાવ કરતા હોય છે. જેને જિલ્લા વિકાસ અધિકારી અને શાખા અધિકારીઅોઅે અમલમાં મૂકવાના હોય છે.

જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અધિકારી લોક પ્રતિનિધિઅોની દરખાસ્તોને બદલે લોકો પાસેથી વિકાસ કામો સૂચવવા કેમ કહી શકે. જે ચર્ચા વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા 10 દિવસની રજા ઉપર ઉતરી ગયા અને અેમની ગેરહાજરીમાં જિલ્લા ગ્રામ વિકાસ અેજન્સીના નિયામક જાડેજાના સચિવ સ્થાને 9મી સપ્ટેમ્બરે સામાન્ય સભાની તારીખ નક્કી થઈ ગઈ. અેટલું જ નહીં પણ 2જી સપ્ટેમ્બરે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી થઈ શકતા વિકાસ કામોની તાલીમ માટે ચૂંટાયેલા સદસ્યોની બેઠક પણ બોલાવાઈ.

સૂત્રોઅે જણાવ્યું કે, શાખા અધિકારીઅોઅે પહેલાથી નક્કી કરેલા વિકાસ કામોની ફાઈલ ઉપર સંમતિ દર્શાવવા અાગ્રહ રાખ્યો. પરંતુ, સદસ્યોને છેતરાયાની લાગણી જન્મી અને તેમણે સહી કરવા નનૈયો ભણી દીધો, જેથી હવે ફરી અાજે શનિવારે બેઠક બોલાવાશે.

અન્ય સમાચારો પણ છે...