તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:દયાપર બેંક ઓફ બરોડામાં સ્ટાફ વિના ખોરવાતી કામગીરી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાંબી લાઇનો વચ્ચે લોકોના કામો થતા ન હોવાની રાવ

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરની બેંક ઓફ બરોડા શાખામાં સ્ટાફના અભાવે કામગીરી ખોરંભે ચડી છે અને લાંબી લાઇનો વચ્ચે લોકોના કામો થતા ન હોવાની રાવ ઉઠી છે.

બેંક ઓફ બરોડા દયાપર શાખામાં દિવસા-દિવસ કામગીરી ખોરંભાતી જાય છે. દયાપર આસપાસના ગામોની દૂધ મંડળીઓ, સરકારી ચુકવણા, વેપારી વર્ગ, ખેડૂતો અને સ્થાનિક લોકોના નાના-મોટા બચત ખાતા આ શાખામાં હોવાના કારણે દરરોજ વહેલી સવારથી જ લોકોનો જમાવડો થાય છે. થોડા સમય પહેલા દેના બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં કામગીરી બેવડાઇ છે, જેની સામે પૂરતા પ્રમાણમાં સ્ટાફની નિમણૂક ન કરાતાં લોકોના સમયસર કામો થતા ન હોવાની રાવ ઉઠી રહી છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી પી.સી. ગઢવીએ જણાવ્યું હતું કે, લોકોના કામોમાં વિલંબ અંગે બેંક મેનેજરનું ધ્યાન દોરાતાં તેમણે સ્ટાફની ઘટ હોવાનું કારણ આગળ ધર્યું હતું. આસપાસના ગામોના લોકો પૈસા ખર્ચીને દયાપર આવે છે પરંતુ લાંબી લાઇનો વચ્ચે કામ તો થતું નથી પરંતુ સમય સાથે રૂપિયાનો વ્યય થાય છે. જો બેંકમાં પૂરતા સ્ટાફની નિમણૂક કરી, લોકોના કામ સમયસર થાય તે દિશામાં કોઇ કાર્યવાહી નહીં કરાય તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો