હુકમ:માહિતી અધિકારના વસુલ થયેલા રૂપિયા પરત આપવા હુકમનો અનાદર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના લાકડીયા ગામના શખ્સ તરફથી અેક વર્ષ પહેલા ભુજ બોર્ડર રેન્જ આઈ. જી. ઓફિસમાં જુદી જુદી ત્રણ અાર.ટી.અાઇ. કરવામાં અાવી હતી. સરકારી કર્મચારીઅો પર થયેલી ફરિયાદ અને ફરજ મોકુફીના પગલાની વિગતવાર માહિતી માંગવામાં અાવતા પૂર્વ અને પશ્ચિમ કચ્છ અેસ.પી. કચેરીમાં અરજી તબદીલ કરવામાં અાવી હતી. ભુજ શહેર અે અને બી ડિવિઝન, મુન્દ્રા પોલીસ અને જખાૈ પોલીસે માહિતી અાપવાના રૂપિયા વસૂલ્યા હતા, બાદમાં ડીવાયઅેસપી પાસે અપીલ કરાતા પૈસા પરત અાપવાનો હુકમ થયો હતો. જો કે, જખાૈ પોલીસ મથક સિવાય ત્રણેય પોલીસ મથક તરફથી પૈસા પરત ન અાપી હુકમનો અનાદર કર્યો હતો.

ભચાઉ તાલુકાના લાકડિયા ગામના કેશવલાલ બી. મચ્છોયાઅે રેન્જ અાઇજીપી કચેરી ખાતે ગત વર્ષે 9,10 અને 15 જૂનના ત્રણ અાર.ટી.અાઇ. કરી હતી, જેમા સરકારી કર્મચારીઓ પર થયેલ ફરિયાદ અને ફરજ મોકૂફીની માહિતી માંગી હતી.,પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એસ.પી. કચેરીઅે અરજી તબદીલ કર્યા બાદ બંને નાયબ પોલીસ અધિક્ષક કચેરીઅે રવાના થઇ હતી. બાદમાં લાગતા વળગતા પોલીસ મથકોઅે અાર.ટી.અાઇ. તબદીલ કરાતા અરજદાર પાસેથી ખોટી રીતથી રેકર્ડ ચકાસણીના નામથી બિનજરૂરી રકમની વસૂલાત કરવામાં અાવી હતી. ભુજ અે ડિવીઝન પોલીસે 1800, બી ડિવિઝન પોલીસ 600, મુન્દ્રા પોલીસ સ્ટેશને 3158 અને જખાૈ મરીન પોલીસે 47 રૂપીયા વસુલ કર્યા હતા. તા.18 અોગસ્ટના ડીવાયઅેસપીને પ્રથમ અપીલ અરજી કરાતા સુનાવણી થઇ હતી જેમાં ચારેય પોલીસ સ્ટેશનને રૂપિયા પરત અાપવા માટે હુકમ થયો હતો. અાજ દિન સુધી ત્રણ પોલીસ મથકેથી અા રૂપિયા પરત કરવામાં અાવ્યા ન હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...