તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાપરના વોર્ડ 4ના સભ્યને ત્રીજું સંતાન થતાં ગેરલાયક ઠેરવો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર કોગ્રેસ દ્વારા ચીફ અોફિસરને રજૂઅાત કરાઇ

રાપર નગરપાલિકાના વોર્ડ નં.4ના સભ્યને ત્રીજા સંતાનની પ્રાપ્તિ થતાં તેને કાયદા અન્વયેની જોગવાઇઅો તળે હોદ્દા પરથી દુર કરવા માંગ તેજ બની છે. પાલિકાના વોર્ડ નં.4ના સભ્ય શૈલેષ વનેચંદભાઇ શાહને વર્ષ 2005ના અોગષ્ટ માસ બાદ ત્રીજા બાળકનો જન્મ થયો છે.

સરકારના પરિપત્ર મુજબ 2005ના અોગસ્ટ માસ બાદ ત્રીજા બાળકનો જન્મ થાય તો જે-તે વ્યક્તિને હોદ્દા પરથી દુર કરવાના રહે છે. શૈલેષ શાહને 3 સંતાનો છે. તાજેતરમાં જ ત્રીજા સંતાનનો જન્મ મહાવીર અારોગ્ય કેન્દ્ર-રાપર ખાતે થયો છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 11ની પેટા કલમ મુજબ ગુજરાત સ્થાનિક સત્તા મંડળોને લગતા કાયદા (સુધારા) અધિનિયમ 2005 મુજબ વોર્ડ નં.4ના સભ્ય શાહ ગેરલાયક ઠરે છે.

રાપર શહેર કોંગ્રેસ સમિતિના મિતુલ જે. મોરબિયાઅે સુધરાઇના ચીફ અોફિસરને અા મુદ્દે લેખિત રજૂઅાત કરી વોર્ડ નંબર 4ના સભ્યને નિયત કાયદાકીય જોગવાઇ અન્વયે ગેરલાયક ઠેરવી, હોદ્દા પરથી દુર કરવા માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 3જા સંતાનની પ્રાપ્તિ બાદ સરકારના પરિપત્ર મુજબ નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો સભ્ય ગેરલાયક ઠરે છે. આ જોગવાઇ અનુસાર અનેક સભ્યોએ રાજીનામા આપ્યાના દાખલા છે.

અન્ય સમાચારો પણ છે...