તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:દર્દીઓના 2604 ફિડબેક સામે મળેલી 84 ફરિયાદનો નિકાલ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છમાં કોરોના રોકથામ માટે કન્ટ્રોલ રૂમ સતર્ક, દર્દીઓ, કોવિડ હોસ્પિટલમાં દરરોજ કરાતા 150 કોલ

કચ્છમાં કોરોના મહામારી પર રોક લગાવવા માટે ભુજમાં કલેક્ટર કચેરીએ કન્ટ્રોલ રૂમ તા.19-9થી કાર્યરત કરાયો છે. અત્યાર સુધી લોકો દ્વારા 2604 હકારાત્મક-નકારાત્મક ફીડબેક આવ્યા છે, જે પૈકી આવેલી 84 ફરિયાદનો નિકાલ કરાયો છે.ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિની નિગરાની હેઠળ કાર્યરત ફરિયાદ નિવારણ કમિટીમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગવાનભાઇ પ્રજાપતિ (અધ્યક્ષ), જી.આઇ.ડી.સી. જનરલ મેનેજર પંકજભાઇ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વસંત તેરૈયાની દેખરેખ હેઠળ હેલ્પ ડેસ્ક નંબર કાર્યરત કરાયા છે. કન્ટ્રોલ રૂમ દ્વારા અત્યાર સુધી 2604 લોકોના ફીડબેક લેવામાં આવ્યા છે.

દર્દીઓને તબીબી સેવા, હોસ્પિટલમાં વ્યવસ્થા, હોમ હાઇસોલેટેડ દર્દીની પૂછપરછ, સર્વેલન્સ કામગીરી વગેરેને લગતી દરરોજની 3 જેટલી ફરિયાદો આવી રહી છે, જે પૈકી અત્યાર સુધી આવી જુદી-જુદી 84 જેટલી ફરિયાદનો નિકાલ કરાયો છે. અગાઉ દરરોજ 70થી 80 હાલે 40થી 50 દર્દીઓ અને 36 કોવિડ હોસ્પિટલો સહિત દરરોજ 150 જેટલા કોલ કરીને વ્યવસ્થા ચકાસવામાં આવી રહી છે. કોવિડ-19ને લઇને જિલ્લાના કોઇપણ વ્યક્તિને કોઇપણ પ્રશ્ન કે, ફરિયાદ હોય તે કન્ટ્રોલ રૂમના 02832 227495 પર ફરિયાદ નોંધાવવા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો