તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:કચ્છમાં તહેવારોના પગલે 31 જાન્યુઆરી સુધી હથિયારબંધી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોટાભાગના જાહેરનામા રહે છે કાગળ પર !
 • નિવાસી અધિક કલેક્ટરે બહાર પાડ્યા વિવિધ જાહેરનામા

કચ્છમાં પ્રજાસત્તાક દિન અને વિવિધ ધાર્મિક તહેવારોના પગલે હથિયારબંધી સાથે વિવિધ જાહેરનામા અન્વયે સરકારી કચેરીઓમાં 4થી વધુ લોકોને પ્રવેશવા, કચેરીઓ બહાર ધરણા, ઉપવાસ પર બેસવા પર પ્રતિબંધ નિવાસી અધિક કલેક્ટર દ્વારા લાદવામાં આવ્યા છે.

ખ્રિસ્તી નવા વર્ષ, ધાર્મિક તહેવારો, પ્રજાસતાક દિન વગેરેને અનુલક્ષીને સમગ્ર કચ્છમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે, જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલારૂપે તા.1-1થી તા.31-1 સુધી હથિયારબંધીના આદેશ કરાયા છે, જેમાં હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે, અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યકિત જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરશે તો 4 થી 1 વર્ષની સજા થશે.

ઉપરાંત તા.30-12થી 13-1 સુધી જિલ્લા/મધ્યસ્થ/તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતીક ધરણા, ભૂખ હડતાલ, ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ, ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ, જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા દ્વારા જાહેરનામા અન્વયે લાદવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો