તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીની અછત:અબસાડામાં વેક્સિનેશનના અભાવે યુવાવર્ગમાં નિરાશા

રાયધણજર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્લોટમાં ઓછી સંખ્યા મળવાથી રોષ

કેન્દ્ર અને રાજ્ય સરકારે ખાસ યુવા વર્ગ પણ સંક્રમિત ન થાય તે માટે શરૂ કરેલ વેક્સિન અભિયાન દરેક જગ્યાએ પૂર્ણ સફળ નથી બન્યું. અબડાસા તાલુકાના લઠેડી, ડુમરા, સાંધાણ, નારાણપર , વરંડી સહિતના ગ્રામ્ય વિસ્તારો ના 18 પ્લસ થી 45 વયના યુવાવર્ગ વેક્સિન માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ વેક્સિનેશન ન મળતાં, આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની માંગ ઉઠી છે. એક બાજુ આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ વેક્સિન અપાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરંતુ વેક્સિનેશન માટેની યોગ્ય વ્યવસ્થા અને સુચારુ આયોજન ન હોવાથી યુવાનો વેક્સિનેશનથી વંચિત રહેવા જવાના કારણે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. અપૂરતા માર્ગદર્શન અને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કનાં ધાંધિયાને કારણે રજીસ્ટ્રેશન થતું નથી . અને થઈ જાય તો શિડયુઅલ મળતું નથી. આરોગ્ય વિભાગમાંથી મળતી વિગતો મુજબ જે લોકો નું ઓનલાઈન શીડયૂઅલ આવે તેમને જ વેક્સિન આપવામાં આવે છે. સાંધાણ ગામના કેયુર ભાઈએ જણાવ્યું હતું કે, મોબાઇલથી રજીસ્ટ્રેશન થતું નથી ,માત્ર બે થી ત્રણ મિનિટ માં આસપાસના બધા વેક્સિનેશન સ્થળ ફૂલ થઇ જાય છે.જેથી અમને વેક્સિન મળતું નથી.જેથી યુવા વર્ગે, આ બાબતે આરોગ્ય વિભાગ યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...