તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથિત અપહરણકાંડમાં નવો વળાંક:ખડીરમાં વીજળી મુદ્દે વિખવાદ, માથાભારે લોકો સ્વાર્થ માટે પાવર કાપે છે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • વચ્ચેથી ફિડર બંધ કરી દેવાતાં ધોળાવીરાને વીજ પુરવઠો નથી મળતો

ખડીરના રતનપર અને જનાણના કેટલાક માથાભારે લોકો દ્વારા સ્વાર્થ ખાતર ધોળાવીરાને અપાતો વીજ પુરવઠો કાપી નખાતો હોવાના આક્ષેપ ઉઠતાં આ મામલે વિખવાદ બહાર આવ્યો છે. દાદાગીરી સાથે પાવર કટ કરી નખાતો હોવાથી ધોળાવીરામાં વર્ષ દરમિયાન ત્રીજા ભાગની વીજળી મળે છે જેને લઇને અનેક સમસ્યાઓ પેદા થતી હોવાનું બહાર આવ્યું છે.

ધોળાવીરા ઉપરાંત ખારોડા, ડુંગરાણીવાંઢ, ફાફરાવાંઢ માટે જ્યોતિગ્રામ અને ખેતીવાડીનું એક-એક વીજ ફીડર છે જેમાં વીજ પુરવઠો નહિવત કહી શકાય તેટલો મળે છે. જ્યારે લાઇટ ચાલુ હોય ત્યારે લો વોલ્ટેજની સમસ્યા રહે છે. આ વિસ્તારને 33 કિલો મીટર દૂર આવેલા અમરાપરના સબ સ્ટેશનમાંથી વીજળી આપવામા આવે છે. આ અંતર વચ્ચે આવતા રતનપર અને જનાણના માથાભારે લોકો દ્વારા જ્યોતિગ્રામનો પાવર આગળ જતો કટ કરીને પોતાની ખેતીવાડીની મોટરો ચાલુ કરાય છે. આમ થવાથી છેવાડાના ધોળાવીરા વિસ્તારમાં જ્યોતિગ્રામ તળે અપાતી વીજળી મોટા ભાગે બંધ રહે છે.

આ અંગે રાપરની વીજ કચેરીમાં રજૂઆત કરાઇ છે પણ માથાભારે લોકો તેને ગાંઠતા નથી.ખેતીવાડીની સિઝન ચાલુ થઇ છે ત્યારથી લાઇટ બંધ રહેતી હોવાનો પ્રશ્ન ખડો થયો છે તે અંગે પીજીવીસીએલના અધિકારીઓ ઉપરાંત કલેક્ટર અને સાંસદને પણ વાકેફ કરાયા છે તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર છે તેમ ધોળાવીરાના અગ્રણી અને પૂર્વ સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. આ બાબતે હકીકત શું છે તેની ફરિયાદ કરાય ત્યારે વચ્ચેના ગામવાળા વીજચોરી કરતા લોકો ખોટા વીડિયો વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

ધોળાવીરાને વૈશ્વિક સ્તરે નામના મળે અને વિકાસ થાય તે વાત પચતી ન હોવાથી કેટલાક લોકો આવી રીતે વીડિયોની ખોટી ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી મૂકે છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. સોમવારે બનેલા બનાવ વિશે ફોડ પાડતાં તેમણે કહ્યું હતું કે, ગામના ખેડૂતો પોતાના વાહનમાં વીજ કર્મચારીઓને મરંમત કામ માટે લાવ્યા હતા અને રિસોર્ટમા રાત્રિ રોકાણ બાદ સવારે પરત કચેરીએ મૂકી પણ આવ્યા હતા. આમ અપહરણ વિશે વહેતી થયેલી વાતો પાયાવિહોણી હતી.

લાઇટ બંધ રહેતાં મહિલાઓની હાલત કફોડી
વચ્ચેના ગામોમાં જ વીજ પુરવઠો ચોરી લેવાતો હોવાથી ધોળાવીરામાં પાણી યોજનાની મોટર ચાલુ થઇ શકતી નથી પરિણામે મહિલાઓને માથે બેડા લઇને ખેતરો કે નદીનાળામાં પાણી ભરવા જવું પડે છે. આ ઉપરાંત લોટ દળવાની ઘંટી પણ બંધ પડેલી રહેતાં ગૃહિણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીના ટેન્કર મગાવાય તો તેના માટે પણ લાઇટની જરૂર પડે છે.

પાક તૈયાર, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ, દવા, ખાતર ખરીદીને જીરૂનો પાક વાવ્યો છે જેને હવે બે-ત્રણ પાણીની જ જરૂર છે તેવામાં વીજ પુરવઠો બંધ રહેતાં મોઢે આવેલો કોળિયો છીનવાઇ જશે તેવી ભીતિ ધોળાવીરા વિસ્તારના કિસાનોને સતાવી રહી છે ત્યારે તાત્કાલિક ઉકેલ લવાય તેવી માગ પૂર્વ સરપંચે કરી હતી.

સબ સ્ટેશન અને ફીડર મંજૂર, પણ જમીન મુદ્દે કામ અટક્યું
ધોળાવીરા માટે 66 કેવી સબ સ્ટેશન મંજૂર કરાયું છે જેનું કામ હજુ ચાલુ નથી થયું જ્યારે અમરાપરથી જનાણ સુધી નવું એજી ફીડર બેવર્ષ પહેલાં મંજૂર થયું હતું તેનું કામ શરૂ થઇ ગયું હતું પણ વચ્ચે વન વિભાગની જમીનનો પ્રશ્ન ખડો થતાં બંધ રખાયું હતું. પ્રશ્નનો નિવેડો આવી જતાં હાલે કામ શરૂ થયું છે પણ હાલના 10 દિવસ જ વીજ પુરવઠાની તાતી જરૂરિયાત છે ત્યાર બાદ ખેતીવાડીનું વીજ ભારણ ઘટી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો