તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તકલીફ:ભીમરાવનગરથી કોડકી રોડ પર ગંદકીના ગંજ ખડકાયા

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિસ્માર રસ્તાથી લોકોને આવવા-જવામાં પડતી તકલીફ
  • 5 મહિનાથી કચરાનો નિકાલ ન કરાતો હોવાની રાવ

ભુજમાં ભીમરાવનગર રામદેવપીર મંદિરથી તલાવડી વિસ્તાર કોડકી રોડ વોર્ડ નં.7માં 5 મહિનાથી પાલિકા દ્વારા કચરાનો નિકાલ ન કરાતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે, જેથી રહીશો રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.ભીમરાવનગર રામદેવપીર મંદિરથી તલાવડી તરફ જતા માર્ગમાં કચરો ભરાઇ ગયો છે. આ અંગે સંબંધિત કોન્ટ્રાક્ટરને જાણ કરાતાં, આ જેસીબીથી કાઢવો પડશે તેવો જવાબ મળ્યો હતો. જો કે, છેલ્લા પાંચ મહિના જેટલો સમય થવા આવ્યો તેમ છતાં અહીંથી કચરાનો નિકાલ કરાયો નથી. કચરાના ઢગલા નજીક ટ્રાન્સફોર્મર આવેલું છે,

ૉજેથી ગમે ત્યારે શોર્ટ સર્કિટથી અકસ્માત થવાની ભીતિ છે. છેલ્લા લાંબા સમયથી કચરાનો નિકાલ ન કરાતાં સ્થાનિકો કોરોના મહામારી વચ્ચે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. પાલિકા દ્વારા રામદેવપીર મંદિર પાસેથી સીસી રોડનું કામ શરૂ કરવા માટે 9 મહિના પહેલા ખોદકામ કરી અધુરું મુકી દેવાયું છે, જેથી ચોમાસામાં આ માર્ગ વધુ ખાડા સાથે વધુ બિસ્માર બની ગયો છે. આ માર્ગ પરથી જૂની રાવલવાડી, સિધ્ધાર્થ પાર્ક, કૈલાસનગર, વણકરવાસ, ગણેશ મંદિરની આજુબાજુના વિસ્તારના લોકો આ માર્ગ પરથી કોડકી રોડ તરફ જતા હોય છે ત્યારે લાંબા સમયથી માર્ગ ખોદી નખાયા બાદ, કામ શરૂ ન કરાતાં લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો