તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ACBની કાર્યવાહી:ગોધરામાં DILR સર્વેયર અને વચેટીયો 4 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસીબીના છટકામાં જમીન માલિક પાસેથી રૂપિયા સ્વીકારતા જબ્બે
  • જમીન માપણી માટે અરજદારે ઓનલાઇન કરી રૂપિયા ભર્યા હતા

કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં મંદ પડેલી કચેરીઓ ખુલતાની ધમધમતામાં લાંચયા બાબુઓ સક્રીય થયા હતા. માંડવી તાલુકાના ગોધરા ગામે એક વ્યક્તિની જમીન મામણી બાબતે ઓનલાઇન અરજી કર્યા બાદ તે અનુસંધાને અરજદાર પાસેથી 4 હજાર લેતા ભુજ ડીઆઇઆરએલના સર્વેયર અને વચેટીયો એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગોધરા ગામે ફરિયાદી દ્વારા પોતાની માલિકીની જમીન માપણી કરાવવાની હોઈ આ માટે ભુજ ડીઆઇએલઆરની કચેરીમાં અરજી કરી હતી. દરમિયાન કચેરી દ્વારા આઉટસોર્સિંગ સર્વેયર તરીકે વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજાની નિયુકિત હતી જેથી ફરિયાદીએ વિક્રમસિંહ જાડેજાનો સંપર્ક કરતા વિક્રમસિંહ દ્વારા રૂપિયા 4 હજાર રૂપીની લાંચની માગણી કરાઇ હતી.

આ અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં વિક્રમસિંહ જાડેજા અને તેમના વચેટિયા તરીકે મઝહર હુશૈન નશરૂદીન અંસારી નામનો શખ્સ રૂપિયા 4 હજાર સ્વીકારતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. એસીબીની રેડથી સરકારી બાબુઓમાં સનસનાટી મચી જવા પામી હતી. આ કામગીરીમાં ટ્રેપીંગમાં ભુજ એસીબીના પીઆઇ એમ.જે. ચૌધરી, બોર્ડર એકમ ભુજ મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી કે.એચ. ગોહિલ સાથે રહી કાર્યવાહી પાર પાડી હતી. એસીબીએ હવે લાંચમાં પકડાયેલા અધિકારી અને વચેટીયાની અન્ય મીલકતોની તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...