લ્યો બોલો!:10 હજાર રૂપરડીની લોન માટે ડિજિટલ પેમેન્ટ તાલીમ !

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ પાલિકાની અેન.યુ.અેલ.અેમ. શાખા મારફતે પી.અેમ. શહેરી ફેરીયા અાત્મ નિર્ભર નિધિ યોજના હેઠળ હાથલારીવાળાઅોની 10 હજાર રૂપિયાની લોન મંજુર થઈ હતી. જેને અેન્ડ્રોઈડ મોબાઈલ મારફતે ડિજિટલ પેમેન્ટની તાલીમ અાપવા કહેવાયું છે. પરંતુ, કેટલાક ગરીબ ફેરીયાઅો પાસે અેન્ડ્રોઈડ મોબાઈલ જ નથી, જેથી તાલીમ કેમ અાપવી અે અેક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.સમગ્ર દેશની સાથે ભુજમાં પણ કોરોના મહામારીના સંક્રમણથી બચવા લોક ડાઉન હતો, જેથી શહેરી ફેરીયાઅોને અાત્મ નિર્ભર નિધિ યોજના હેઠળ 10 હજાર રૂપિયા લોન અપાઈ હતી, જેમાં ભુજમાંથી 1188 બેન્ક લોન અરજીઅો અાવી હતી, જેમાંથી 655 અરજીઅો મંજુર થઈ હતી. જેમને અેન્ડ્રોઈડ મોબાઈલ મારફતે ડિજિટલ પેમેન્ટ તાલીમ અાપવા કહેવાયું છે. પરંતુ, કેટલાક ગરીબ અને શ્રમિક ફેરીયાઅો પાસે અોછામાં અોછા 5થી 10 રૂપિયા સુધીની કિંમતના અેન્ડ્રોઈડ મોબાઈલ જ નથી !

50 ટકા પાસે મોબાઈલ નથી : મેનેજર
અેન.યુ.અેલ.અેમ.ના મેનેજર કિશોર શેખાને જ્યારે કોલ કરી પૂછ્યું તો તેમણે કહ્યું કે, હા, ડિજિટલ પેમેન્ટ તાલીમ શરૂ થઈ ગઈ છે. હાલ 210ને તાલીમ અપાઈ રહી છે. તેમને પૂછ્યું કે, તાલીમ શેનાથી અાપો છો. તો તેમણે કહ્યું કે, અેન્ડ્રોઈડ મોબાઈલ મારફતે. તેમને વધુમાં પૂછ્યું કે, શહેરી ફેરીયાઅો પાસે અેન્ડ્રોઈડ મોબાઈલ છે. તો તેમણે દબાતા અવાજે કહ્યું કે, 50 ટકા શહેરી ફેરીયાઅો પાસે અેન્ડ્રોઈડ મોબાઈલ નથી.

જૂના અેન્ડ્રોઈડ મોબાઈલ કામ ન લાગે
કંપનીઅોની મોનોપોલી હોય છે કે, નવા નવા મોબાઈલ વેચવા સતત અપડેપ અાપતા રહેવું, જેમાં કેટલાક સોફ્ટવેર રન કરવાની જૂના અેન્ડ્રોઈડ મોબાઈલની ક્ષમતા જ નથી હોતી, જેથી નવા મોબાઈલ ખરીદવા જ પડે છે. અેવામાં ગરીબ શહેરી ફેરિયાઅો 10 હજારની લોન માટે મોંઘાદાટ અેન્ડ્રોઈડ મોબાઈલ કેમ ખરીદે.