તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ડિજિટલ ઇન્ડિયા ! ભુજ પાલિકાની વેબસાઇટ થઇ ક્રેશ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપડેટ તો કરાતી જ ન હતી હવે બંધ
  • છતાં જવાબદારોને ખબર નથી, પહેલાથી જ અોનલાઇન સેવા અાપવામાં ઉણી ઉતરતી સુધરાઇ

અેક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં અાવી રહી છે. લોકોને અોનલાઇન સેવાઅો અાપી મુશ્કેલીઅો દૂર કરવાની કોશિશ કરાઇ રહી છે. ત્યારે ભુજ પાલિકા અાવી અોનલાઇન સેવાઅોથી ખૂબ જ દૂર છે. તેવામાં હવે નગરપાલિકાની વેબસાઇટ જ ક્રેશ થઇ ગઇ હોવાનું બહાર અાવ્યું છે. જોકે ચોંકાવનારી વાત અે છે કે અા અંગે જવાબદારોને જાણ પણ થઇ નથી !

અા અંગે મળતી વિગતો મુજબ અેકબાજુ સરકારી તંત્ર અને અધિકારીઅો અોનલાઇન સેવાઅો અને સુવિધા અાપવાની કોશિશ કરી રહ્યા છે. અોનલાઇન માધ્યમ વડે લોકોની ફરિયાદોનો પણ નિકાલ કરવામાં અાવી રહ્યો છે. સરકારની વિવિધ સેવાઅો પણ હવે અોનલાઇન થઇ રહી છે. જોકે ભુજ પાલિકા અોનલાઇન સેવાઅો અાપવામાં ખૂબ જ પાછળ છે.

ચીફ અોફિસરનું ટ્વિટર અેકાઉન્ટ પણ મહિનાઅોથી નિષ્ક્રિય છે. લોકોની ફરિયાદોનો કોઇ જવાબ જ અાપવામાં અાવતો નથી. નગર પાલિકાની વેબસાઇટ પણ અામ તો અપડેટ કરવામાં અાવતી નથી. જૂની માહિતીઅો છે જે લોકોને કોઇ કામ અાવે તેમ નથી. તેવામાં અા વેબસાઇટ પણ હવે ક્રેશ થઇ ગઇ છે. કોઇ કારણોસર વેબસાઇટ ખૂલી રહી નથી. ડેસ્કટોપ કે મોબાઇલ કોઇમાં પણ નગરપાલિકાની વેબસાઇટ ખુલી રહી નથી.

મારા ધ્યાનમાં નથી, ચેક કરાવી લઉં : સીઅો
અા અંગે ભુજ પાલિકાના ચીફ અોફિસર મનહર સોલંકીને પૂછતા તેઅોઅે જણાવ્યું હતું કે, વેબસાઇટ ઠપ હોવાની વાત મારા ધ્યાનમાં નથી. હું ચેક કરાવી લઉં છું.

અન્ય સમાચારો પણ છે...