તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મભોયોમાં માનદ સેવા આપતા દિવ્યાંગોને છૂટા કરાતાં મુશ્કેલી

કકરવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઅોને પૂરા પગારમાં સમાવી પેન્શન અાપો
  • નિવૃત્તિ વય મર્યાદા 60ના બદલે વધારવા ઉઠતી માંગ

મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ પ્રાથમિક શાળાઅોમાં 1400ના માનદ વેતને સંચાલક, રસોયા તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારીઅોને છૂટા કરાતાં મુશ્કેલી પડી રહી છે, જેથી નિવૃત્તિ વય મર્યાદા 60ના બદલે તેમાં વધારો કરવા માંગ ઉઠી રહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર સંચાલિત મ.ભો.યો.નો ધો.1થી 8ના છાત્રો લાભ લઇ રહ્યા છે. અા યોજનામાં સંચાલક અને રસોયા હંગામી ધોરણે સેવારત છે. શાળાના વેેકેશન દરમ્યાન અા કર્મચારીઅોને છૂટા કરી નખયા છે. 200 છાત્રો વાળી શાળામાં સંચાલક, રસોયા, હેલ્પરને રૂ.1400-1400 પગાર અપાય છે. પગાર વધશે તેવી લાલચે કર્મચારીઅો નોકરી ખેંચી રહ્યા છે. અાવા કર્મચારીઅો પૈકી ખાસ કરીને મોટાભાગના સંચાલકો દિવ્યાંગ, વિધવા મહિલાઅો છે અને દિવ્યાંગોને માનવતાના નાતે પ્રથમ પસંદગી અપાઇ છે પરંતુ અા યોજનામાં કોઇ સહાય પણ અપાઇ નથી.

અધુરામાં પૂરું અા કર્મચારીઅો હંગામી હોવા છતાં તેમને 60 વર્ષની વયે નિવૃત્ત ગણી, છૂટા કરી દેવાતાં વૃધ્ધાવસ્થા અેટલે કે, જરૂરિયાતના સમયે છૂટા કરી દેવાતાં મુશ્કેલી પડે છે. ભચાઉ તાલુકામાં અાવા અનેક કર્મચારીઅોને છૂટા કરી દેવાયા છે. નિવૃત્તિની વય મર્યાદા વધારવાની સાથે અાવા કર્મચારીઅોને પૂરા પગારમાં સમાવી, પેન્શન અપાય તો અાવા દિવ્યાંગ કર્મચારીઅો ઢળતી ઉંમરે કોઇના મોહતાજ ન બને, જેથી માનવીય અભિગમ દાખવી અા દિશામાં ઘટતું કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...