ક્રાઇમ:ભીરંડીયારામાં દાઝેલી યુવતીનું સારવાર બાદ મૃત્યુ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના ખાવડા ખાતેના ભીરંડીયામાં ગત 21 ઓગસ્ટના સવારે રસોઇ બનાવતી વખતે દાઝી ગયેલી યુવતીએ સારવાર દમિયાન દમ તોડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભીરંડીયારા ગામે રહેતી 18 વર્ષીય કીનાબેન સાવન રાયશી ગત 21 ઓગસ્ટના પોતાના ઘરે સવારે દસ વાગ્યાના અરસામાં રસોઇ બનાવતી હતી ત્યારે પાસે પડેલા કેરોસીનના ડબ્બામાં અકસ્માતે આગ લાગી જતાં તેણે પહેરેલા કપડાને આગ લાગતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેને પ્રથમ સારવાર માટે ભુજ જી.કે.માં લઇ આવ્યા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે આખરી દમ લીધો હતો. ખાવડા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી કાર્યાવહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...