દુર્ઘટના:પૈયા પાસે અકસ્માતમાં ભાભીની નજર સામે દિયરનું મોત નિપજ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રેકટરની પાછળ મોપેડ અથડાતાં સર્જાઇ દુર્ઘટના

અબડાસા તાલુકાના માંડવી નલિયા રોડ પર પૈયા નજીક શુક્રવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રેકટર પાછળ મોપેડ ભટકાતાં ભાભીની નજર સામે જ દિયરનું કંમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના નાની ભેદી ગામે રહેતા કલ્યાજી દેશરજી સોઢા અને તેમના ભાભી મોપેડથી શુક્રવારે રાત્રીના વાળુ લઇને વાડીએ દેવા જતા હતા ત્યારે માંડવી નલિયા રોડ પર પૈયા નજીક સહારા હોટલ આદિત્ય પેટ્રોલ પંપ પાસે આગળ જતા ટ્રેકટરે અચાનક બ્રેક મારતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં કલ્યાજી દેશરજી સોઢાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું સ્થળ પર મૃત્યુ થયું હતું જ્યારે મોપેડ પર પાછળ બેઠેલા પદ્માબા ઉકાજી સોઢાને હાથના ભાગે ઇજાઓ પહોંચતાં તાત્કાલિક બન્ને જણાઓને નલિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હાજર પરના તબીબે કલ્યાજી દેશરજી સોઢાને મૃત ઘોષિત કર્યા હતા. અકસ્માત સર્જયા બાદ ટ્રેકટર મુકી ચાલક નાસી ગયો હતો. કોઠારા પોલીસે મૃતકના ભાઇ નવભા દેશરજી સોઢાની ફરિયાદ પરથી અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...