તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:કચ્છના ધોળાવીરાનો ફેંસલો ચીનમાં થશે, વર્લ્ડ હેરિટેજ કમિટીના સત્રમાં બધું અપેક્ષા પ્રમાણે થયું તો આ વર્ષે જ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોળાવીરાની સાઇટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ધોળાવીરાની સાઇટ - ફાઇલ તસવીર
  • ધોળાવીરાની સાથે તેલંગણાના રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિર અંગે પણ ચર્ચા કરવામાં આવશે
  • બધું અપેક્ષા પ્રમાણે, થયું તો આ સત્રમાં જ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર થશે

કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચીનના ફુઝો શહેરમાં મળશે ! જી હા, વર્લ્ડ હેરિટેજ કમિટીનું 44મું સત્ર ફુઝો (ચાઇના)ના અધ્યક્ષસ્થાને યોજાશે. ઓનલાઇન યોજાનારા આ સત્રમાં હાલનાં કામ અને ગત વર્ષથી બાકી રહેલા મુદ્દાઓને જોડીને 16થી 31 જુલાઇ સુધી કામગીરી કરાશે, જેમાં ધોળાવીરાની સાથે ભારતના તેલંગણાના રામપ્પા મંદિરનો ફેંસલો પણ થશે. બધું અપેક્ષા પ્રમાણે રહ્યું તો આ જ સત્રમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દેવામાં આવશે. નોંધનીય છે કે ગત વર્ષે કોવિડ -19ને કારણે વર્લ્ડ યુનેસ્કોની હેરિટેજ કમિટીનું વાર્ષિક સત્ર મોકૂફ રાખવામાં આવ્યું હતું.

વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
એવામાં હવે મળનારા સત્રની અધ્યક્ષતા ચીનના નાયબ શિક્ષણમંત્રી અને યુનેસ્કો માટેના ચાઇનાના રાષ્ટ્રીય આયોગના નિયામક, ટિયન ઝ્યુજેન કરશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર દ્વારા આ સત્રની કામગીરીની વિગત આપવામાં આવી છે. 16 જુલાઇએ યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઓનડ્રેય અજોલે સત્રના ઉદઘાટનમાં ભાગ લેશે. એ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સાઇટની ચર્ચા કરવામાં આવશે તથા જે સ્થળ નષ્ટ થવાની કગાર પર અથવા જેના પર જોખમ છે એના પર ચર્ચા કરવામાં આવશે.

અન્ય મંદિરને પણ સાંસ્કૃતિક વારસામાં મૂકવાની તૈયારી
18 જુલાઇની એક પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કરાશે, જેને ઓનલાઇન સ્ટ્રીમ કરવામાં આવશે. 24 જુલાઈથી, વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં નામાંકિત સાઇટ્સનું અવલોકન કરશે. એની શરૂઆત ગયા વર્ષે સમીક્ષા થઈ શકી નહીં એવા નામાંકનથી થશે, જેમાં ભારતના તેલંગણામાં આવેલાં કાકટિયા મંદિરો અને પ્રવેશદ્વાર -રુદ્રેશ્વરા (રામપ્પા) મંદિરનો તથા કચ્છના ધોળાવીરાનો સમાવેશ થાય છે. ભારતમાંથી આ બે નામ વિશ્વ ધરોહર સ્થળના સાંસ્કૃતિક વારસામાં મૂકવામાં આવ્યાં છે. નોંધનીય છે કે ભારત સરકારે 2021 માટે ધોળાવીરાનું નામ યુનેસ્કોને મોકલ્યું છે. વિશ્વ વિરાસતના નામાંકન માટે યુનેસ્કોની ટીમ પણ ધોળાવીરા આવી ગઈ છે.