ભાસ્કર એક્સક્લુઝિવ:સાઉથના અભિનેતા ‘થાલા’ની બાઇક રાઈડ પહોંચી ધોળાવીરા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજીથકુમાર દ્વારા પખવાડિયા પૂર્વે ચેન્નઈથી કાઠમંડુ સુધીની શરૂ કરાઇ છે યાત્રા
  • છીપ્પર પોઇન્ટના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાહકો રોમાંચિત

કચ્છ જિલ્લો પ્રવાસનક્ષેત્રે અગ્રહરોળમાં આવે છે ત્યારે જિલ્લાના સ્થળોએ અનેક લોકો મુલાકાત માટે આવીને રોમાંચની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ધોળાવીરાને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે.આ સ્થળે હજારો લોકો મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીં ખાસ ખડીર વિસ્તારમાં આવેલ છીપ્પર પોઇન્ટ પ્રવાસીઓમાં લોકપ્રિય બની ગયો છે ત્યારે સાઉથની ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા એવા થાલા અજિથે પણ તાજેતરમાં કચ્છનાં ધોળાવીરાની મુલાકાત લઈ આ સ્થળની તસ્વીર સોશ્યલ મીડિયામાં શેર કરી પોતાનો રોમાંચ રજૂ કર્યો હતો.

ફિલ્મી અભિનેતા સાથે બાઇક રાઈડીંગનો શોખ ધરાવનારા અભિનેતા થાલાએ ચેન્નાઈથી પખવાડિયા પૂર્વે કાઠમંડુ સુધીની બાઇક રાઈડ શરૂ કરી છે આ રાઈડ દરમ્યાન તેઓ વિવિધ શહેરોની મુલાકાત કરી રહ્યા છે જેમાં કોર્ગ,કોઠાગિરી,ઓટી,વેલાકોલી,સતારા મુંબઈ, રાજામુન્દ્રાય,હૈદરાબાદ,નિઝામાબાદ,આદિલાબાદ,નાસિક,ઔરંગાબાદ,નાંદેડ,સીઓની,ઈટારસી,અમદાવાદ થઈ ધોળાવીરા,જેસલમેર,ગજનેર,અટારી,પાકીવાજાહ, અમૃતસર,ન્યુ દિલ્હી, આગ્રા, લખનૌ, જયપુર, ઝાંસી, લલિતપુર, અયોધ્યા, દરબંગા, વારાણસી, ગોરખપુર, રાહતગ્રહ,સિલિગુરી, સિક્કિમ, કોલકતા, ભુવનેશ્વર, રાયગડા સહિતના 37 શહેરોની ટ્રાવેલ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,ખડીરનો છીપ્પર પોઇન્ટ પ્રવાસીઓમાં લોકપ્રિય બની ગયો છે અહીં વર્લ્ડ હેરીટેજ સાઈટ હોવાથી લોકો પણ બહોળી સંખ્યામાં કુદરતનું સાંનિધ્ય નિહાળવા આવી રહ્યા છે ત્યારે સાઉથના એક્ટરે પણ પોતાની બાઇક યાત્રા ધોળાવીરા સુધી ખેંચી કચ્છને પણ યાત્રામાં સામેલ કર્યું છે.

બાઇક પર વિશ્વ પ્રવાસ ખેડવાનું આયોજન
અભિનેતા થાલા અજિથના બાઇક સવારીના ઘણા વીડિયો વાયરલ થયા છે. તેમને રેસિંગનો પણ ઘણો શોખ છે. જેથી અજિતે પોતાના શોખને આગળ ધપાવવા બાઇકયાત્રા શરૂ કરી છે જેના વિડિઓ પણ વાયરલ થયા છે.થોડા દિવસો પહેલા અજીત બાઇક ચલાવીને વાઘા બોર્ડર પર પણ પહોંચી ગયો હતો.અજિત ટૂંક સમયમાં બાઇક દ્વારા વિશ્વ પ્રવાસ પર જવાની પણ યોજના બનાવી રહ્યો છે. અજીતની જેમ તેનો પુત્ર પણ બાઇકનો ખૂબ શોખીન છે.

અન્ય સમાચારો પણ છે...