તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Dharna Started By Dalit Adhikar Manch To Provide Adequate Facilities At Kovid Hospital Of Bhuj's Samaras Kumar Hostel

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં:ભુજની સમરસ કુમાર છાત્રાલયની કોવિડ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દલિત અધિકાર મંચ દ્વારા ધરણા શરૂ કરાયા

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓપરેટર મુકવા તેમજ 2 હજાર બેડ પુરા પાડવા ધરણા

ભુજમાં આવેલી સમરસ કુમાર છાત્રાલય ખાતેની કોવિડ હોસ્પિટલ બહાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે અચોક્કસ મુદત સુધી ધરણાં શરૂ કરવામાં આવ્યા છે.

ભુજની સમરસ હોસ્પિટલ બહાર આજ મંગળવાર સ્વરથીજ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના આગેવાનો કાર્યકરો સાથે લોકોને કોવિડની યોગ્ય સારવાર અને પૂરતી મેડિકલ સુવિધા મળવા બાબતે ધરણાં પર બેઠા છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મંચના સભ્યો પોતાની માંગ સાથેના બોર્ડ લઈને સમરસ હોસ્પિટલ બહાર અચોક્કસ મુદત સુધી ધરણાં પર બેસી ગયા છે. તેમની મંગણી છે કે કચ્છમાં વધી રહેલા કોરોના કેસની સામે અહીં 2 હજાર બેડની જરૂર છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર છે, પણ તેના ઓપરેટર નથી. આ માટે વેન્ટિલેટર ઓપરેટરની તાત્કાલિક ધોરણે ફાળવણી કરવામાં આવે. તેમજ ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેકશન સહિતની જરૂરી મેડિકલ સેવા પણ પૂરતા પ્રમાણમાં લોકોને મળવી જોઈએ.

આ વિશે મંચના નરેશભાઈ મહેશ્વરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અહિં દર્દીઓની મેડિકલ સામગ્રીના અભાવે યોગ્ય સારવાર નથી થઈ રહી. તે માટે વેન્ટિલેટર ઓપરેટર સહિતની જગ્યાઓ સુવિધા પૂરી પાડવી જોઈએ. કોરોના દર્દીઓની વધતી સંખ્યા સામે 2 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવે તેમજ અન્ય મેડિકલ સામગ્રી લોકોને મળી રહે તે માટે જવાબદારીઓ સુવિધા આપવી જોઈએ. અમારી માંગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમો ધરણાં પર આમજ બેસી રહેસુ.

આમ કચ્છમાં ભૂજ ગાંધીધામ સહિત લોકડાઉન અને રાત્રિ કફર્યૂ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રતિબંધો લગાડવામ આવ્યા છે. તેમ છતાં કોરોના બીમારી કાબૂમાં નથી આવી રહી, તયારે ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલ સિવાય આજે સમરસ હોસ્પિટલ બહાર પણ યોગ્ય સારવારને લઇ ધરણાં શરૂ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો