રજૂઆત:જી.કે.માં દર્દીઓને નિ:શુલ્ક સારવાર નહીં અપાય તો સોમવારથી ધરણા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર બીમારીઅોના નિષ્ણાત તબીબો નિમવા પણ માંગ
  • બહુજન અાર્મીઅે કચ્છના સાંસદને કરી લેખિત રજૂઆત

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં તમામ દર્દીઅોને વિનામૂલ્યે સારવાર તેમજ ગંભીર બીમારીઅોના નિષ્ણાત તબીબોની નિમણૂક નહીં કરાય તો તા.29-11, સોમવારથી હોસ્પિટલમાં જ અચોક્કસ મુદતના ધરણાની ચિમકી બહુજન અાર્મીઅે ઉચ્ચારી છે. જિલ્લાની અેકમાત્ર સિવિલ હોસ્પિટલ જી.કે. જનરલ પીપીપી હેઠળ 2013માં અદાણી ગ્રૂપને 99 વર્ષની લીઝ પર અપાઇ છે. સરકાર અને અદાણીના અેમ.અો.યુ. મુજબ હોસ્પિટલમાં ન્યૂરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, કાડિયોલોજીસ્ટ, કેન્સરના દર્દીઅો માટે અલગ વિભાગ બનાવવાની સાથે નિષ્ણાત તબીબોની નિમણૂક કરવાનું નક્કી કરાયું છે.

અા મુદ્દે 2012માં રાજ્યની વડી અદાલતે પણ અાદેશ કર્યો છે. વધુમાં મુખ્ય જિલ્લા તબીબી સહ સિવિલ સર્જન (સીડીઅેમઅો)ની સહીથી ગરીબ વર્ગના લોકો કે, જેમની પાસે બીપીઅેલ કાર્ડ પણ નથી તેવા લોકોને વિનામૂલ્યે સારવાર અાપવાનું નક્કી થયું છે તેમ છતાં 50 ટકા રાહતદરે સારવાર મળે છે, જે હાઇકોર્ટના અાદેશની અવમાનના છે.

વધુમાં અદાણી મેડિકલ કોલેજમાં કચ્છના છાત્રો માટે 10 ટકા અનામત હોવા છતાં તેનું પણ ઉલ્લંઘન કરાય છે. જો અા તમામ પ્રશ્નોનો નિવેડો નહીં અાવે તો તા.29-11, સોમવારથી હોસ્પિટલના પ્રાંગણમાં અચોક્કસ મુદત માટે ધરણાની ચિમકી સાથે બહુજન અાર્મીના લખન ધુવાઅે સાંસદ વિનોદ ચાવડાને રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...